સ્પેશ્યલ કેન્સલેસન સ્ટેમ્પ બહાર પડાયાં
ગોંડલમાં પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટના હસ્તે સ્ટેમ્પ બહાર પડાયું
ભારતીય ડાક રાષ્ટ્રના તમામ કોવિડ-૧૯ યોધ્ધાઓને તેઓની કામગીરી બીરદાવવાના ભાગ રૂપે સ્પેશિયલ કેન્સ્લેસન સ્ટેમ્પ બહાર પાડવા જઇ રહી છે. આ સ્પેશિયલ કેન્સ્લેસન સ્ટેમ્પ ગુજરાતની તમામ હેડ પોસ્ટ ઓફીસ દ્વારા બહાર પાડવામાં આવી. ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ દ્વારા આર.આર. વીરડા સુપ્રિન્ટેન્ડેનટ ઓફ પોસ્ટ, ગોંડલના હસ્તે સ્પેશિયલ કેન્ન્સ્લેસન સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે.
આ સ્ટેમ્પ તા.૧૮.૫.૨૦૨૦ થી ૨૨.૦૫.૨૦૨૦ સુધીના તમામ ઇનકમીગ અને આઉટ ગોઇંગ સ્પીડ પોસ્ટ પત્રો પર લગાવવામાં આવશે. મહત્વના કાર્યક્રમને યાદ કરવા માટે સ્પેશિયલ કેન્સ્લેસન સ્પેમ્પ બહાર પાડવામાં આવે છે. તે ફિલાટેલિક ઇતિહાસમાં એક મહત્વની ક્ષણ હશે કે આપણે સ્પેશિયલ કેન્સ્લેસન સ્ટેમ્પ દ્વારા કોવિડ-૧૯ યોદ્ધાઓને સલામ કરીશું. ફિલાટેલિકમાં સ્પેશિયલ કેન્સ્લેસન સ્ટેમ્પ ખૂબ મહત્વનું છે અને તે ફિલાટેલિક મૂલ્યનું શ્રેષ્ઠ વહન કરે છે.
રાષ્ટ્રના કોવિડ-૧૯ લડવૈયાઓનો વિવિધ રીતે આભાર માનવામાં આવી રહ્યો છે. આ કોવિડ-૧૯ લડવૈયાઓ કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી અવિરતપણે કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનને કારણે મોટાભાગના લોકો ઘરે હોફ ત્યારે, પોસ્ટમેન, પોલીસકર્મીઓ, ડોકટરો, નર્સો, સફાઇ કામદારો વગેરે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ચોવીસ કલાક કામ કરે છે.
સ્પેશિયલ કેન્સ્લેસન આ કામદારોના સમુદાયનું તેમના જીવનના ભોગે પણ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ અભિવાદન કરે છે. પ્રથમ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોંપવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ કેન્સ્લેસન એ કોવિડ-૧૯ યોદ્ધાઓના સમુદાયના તેમની અદ્ભુત કામગીરી માટે બિરદાવવાનું બીજું પગલું છે.