પાંચની ધરપકડ, રૂ.૮.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી એલસીબી ટીમે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લઈને બે ઇસમોને દબોચ્યાં હતા તેમજ માળિયાના મોટા દહીંસરા ગામેથી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી ઈંગ્લીશ દારૂ અને કાર સાથે લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે.
મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના ઈશ્વરભાઈ કરોતરા અને ભગિરથસિંહ ઝાલાની બાતમીને આધારે ખાખરાલા ગામેથી પસાર થતી કાર નં જીજે ૩૬ એલ ૫૮૧૦ ને આંતરી કારમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ ૪૮ કિંમત રૂ ૧૪,૪૦૦ અને કાર ૨ લાખના મુદ્દામાલ સાથે આરોપી રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા અને અર્જુનસિંહ શક્તિસિંહ જાડેજા રહે મોરબી -૨ વાળા ને ઝડપી લીધા હતા અને પૂછપરછમાં દારૂ નિર્મળસિંહ મંગળસિંહ ઝાલા રહે મોટા દહીંસરા નું નામ ખુલ્યું હોય જ્યારે બીજી રેડમાં માં બાતમીને આધારે મોટા દહીંસરા ગામના અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા બંને ઈસમો નિર્મળસિંહ મંગલસિંહ ઝાલા રહે મોટા દહીંસરાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોય જેથી રેડ કરતા મકાનમાંથી કુલ બોટલ નંગ ૩૫૪૬ કિંમત રૂ.૬,૪૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમે કુલ દારૂની બોટલ નંગ ૩૬૧૨ કિંમત રૂ ૬,૫૫,૨૦૦ અને કાર ૨ લાખ સહિત કુલ ૮,૫૫,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પાંચ ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે.