ક્રાઇસ્ડ હોસ્પિટલ રાજકોટમાંથી કોરોના ના દર્દી જીતુભા ઝાલાની સફળતા પૂર્વક સારવાર કરાયા બાદ આજરોજ ડિસ્ચાર્જ કરાયાં છે.
જીતુભા ઝાલા (ઉ.વ.૬ર) વાંકોનર ના રહેવાસી તા. ૯-૫ ના રોજ તાવ, ઉઘરસ અને શ્વાસચડવાની તકલીફ સાથે અત્રે ક્રાઇસ્ટ હોસ્૫િટલ રાજકોટમાં તપાસ કરી દાખલ કરેલ હતા. જેઓના તપાસમાં નિમોનીયા જણાતા તેમજ કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતા અત્રે ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટમાં આઇસોલેશન વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. શરુઆતના દિવસોમાં તાવ, ઉઘરસનું પ્રમાણ વધતા જીતુભા તેમજ તેમના પરિવાર ના સભ્યોમાં ચિતા અને ભયની લાગણી જોવા મડી હતી જેમની નિયમિત સારવાર અને તપાસ આઇસોલેશન વિભાગના ડોકટર તથા સ્ટાફ દ્વારા લેવાયેલ કાળજીથી તેમની તબીયતમાં ઉતરોતર સુધારો જોવા મળેલ હતો. તા. ૧૫-૫-૨૦ ના રોજ ફરીથી કરેલ સીટી સ્કેન તથા લોહીના રીપોર્ટૈમાં પણ નોંધ પાત્ર સુધારો જણાતા સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તેમની સારવાર બાદ તારીખ ૧૯-૫-૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતા.
ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમન થોમ્માના દ્વારા આઇસોલેશન વિભાગની નિષ્ણાંત ક્રીટીકલ કેટ યુનિટની ટીમ ડો. તેજસ ચૌધરી, ડો. વિરુત પટેલ, મેડીકલ ઓફીસરો તેમજ મેડીકલ તથા પેરા મેડીકલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. તેમજ ક્રાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમન થોમ્માનાએ જણાવેલ મુજબ સમગ્ર વિશ્ર્વ જયારે આ વૈશ્વિક મહામારીના સયમમાં ખુબ જ સંયમ અને સાવચેતીથી તેમજ સરકારના આદેશ મુજબનું પાલન કરી આપણે સૌએ કોવિડ-૧૯ ની બિમારીને હરાવવામાં મદદ કરવા અપીલ કરેલ છે.