રાજ્યમાં ૧૬, જિલ્લામાં વધુ ૩૬૬ કોરોના પોઝિટિવ કેસ : ૩૫ના મોત
અમદાવાદમાં કોરોનાની આફત યથાવત : વધુ ૨૬૩ કોરોનાગ્રસ્ત, ૩૧ના વાયરસે ભોગ લીધો
રાજકોટ જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ કોરોના વાયરસના વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હોટસ્પોટ જંગલેશ્વરમાં એક , એક ગ્રામ્ય અને એક અન્ય વિસ્તારમાં પણ કોરોનાનો ચેપ લાગતા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૮૪ થઈ છે. જ્યારે રાજ્યમાં પણ ગઈ કાલે વધુ ૧૬ જિલ્લામાં ૩૬૬ કોરોના પોઝિટિવ કેસ અને ૩૫ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે કોરોના વાયરસના એપિસેન્ટર અમદાવાદમાં જ વધુ ૨૬૩ કોરોનાગ્રસ્ત અને ૩૧ દર્દીઓના વાયરસે ભોગ લીધો છે.
રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુશાભાઈ ચાનીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણ જણાતા આરોગ્ય વિભાગે સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા ૧૮લોકોને પણ ફેસિલિટી કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે શહેર વિસ્તારમાં ક્ધટેનમેન્ટ સિવાય સાધુવાસવાણી રોડ પર રહેતી તરુણી કોઈ પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા છતાં પણ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા વ્યાપી છે. ત્યારે તરુણીના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત ૧૧ને ફેસિલિટી કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી બાદ સરધારમાં પણ સુરત થી પરત ફરેલા યુવાનને રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને ગઈ કાલે ૧૯ વર્ષની યુવતીએ કોરોનાને મ્હાત આપી આપતા તેને રજા આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૮૪ પોઝિટિવ કેસ અને ૨ દર્દીઓના મોત નિપજ્યા છે.
રાજ્યમાં પણ ગઈ કાલે વધુ ૧૬ જિલ્લામાં કોરોનાના ૩૬૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૩૫ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૧,૭૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને કુલ મૃત્યુઆંક ૬૯૪ પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યનો રિકવરીરેટ પણ ૩૯.૫૩ પર પહોંચી સુધરવા પર રહ્યો છે. જ્યારે સુરતમાં ૨, પાટણમાં ૧ અને ભરૂચમાં પણ વધુ ૧ મોત નિપજ્યા છે. અને વડોદરામાં ૨૨, ગાંધીનગરમાં ૧૨ સહિત ૧૬ જિલ્લામાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાની આફતનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈ કાલે વધુ ૨૬૩ પોઝિટિવ કેસ સાથે કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૮૮૬૩ પર પહોંચી છે. અને ગઈ કાલે કોરોના વાયરસે વધુ ૩૧ દર્દીઓના ભોગ લીધા હતા. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૫૫૫ મોત નોંધાયા છે. અમદાવાદમાં સુપર સ્પ્રેડરના કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં વિસ્ફોટ થયો હોય તેમ દિન પ્રતિદિન ૨૦૦થી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.
ઝાલાવાડમાં એક દિવસમાં વધુ પાંચ કોરોનાની ઝપટે
સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ કેસ નોંધાયા હતા જે પૈકી રતનપર વિસ્તારમાં બે, સાયલા તાલુકાના ગુંદિયા વાડામાં એક તથા નડાળા ગામમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાયા હતા.
આ તમામ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પુના, અમદાવાદ અને મુંબઇની હોવાનું જાણવા મળતા તમામને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ દર્દીઓનાં નામ અરુણભાઈ વસંતરાય, ઇન્દ્રપ્રસ્થ, રતનપર (ઉં.૩૭), ગોવિંદ હનુમંતરાવ દેશપાંડે, ઇન્દ્રપ્રસ્થા રતનપર (ઉ. ૫૦), પ્રવીણભાઈ પુંજાભાઈ ગુંદયા વાડા, તા. સાયલા (ઉ.૮૦), પ્રવીણભાઈ ધોળકિયા અને ધનજીભાઈ ધોળકિયા (મુંબઇ) નડાલા, સાયલા હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અત્યાર સુધીમાં ૯૦ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેમાં સૌ પ્રથમ પોઝીટીવ કેસ થાન ખાતે નોંધાયો હતો. જે દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસો પહેલાં મુળી તાલુકાના આસુંદ્રાળી ગામમાંથી ૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. જે તમામ દર્દીઓ હાલ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ છે.