આજના યુગમાં ટેક્નોલોજીના ઉપયોગે દરેક વસ્તુ એકદમ સરળ કરી નાખી છે. ત્યારે હવે દરેક વસ્તુના અનેક વિકલ્પ આવી ગયા છે. હવે ઘરે કદાચ કોઈ કામવાળા બહેન ના પણ આવે તો ઘરનું તમામ કામકાજ આજના વિવિધ મશીનો કરે છે. જેમાં ડિશ વોશર,તેમજ કચરા પોતા માટે અનેક નવા યંત્રો બજારમાં આવી ગઈ છે. ત્યારે ઘરની પણ અનેક નાની-મોટી સમસ્યાઓ સામે આવતી હોય છે. જેનું ક્યારેક સમાધાન લાવામાં થાકી જવાય છે. ઘરની અનેક સમસ્યાનો ઉકેલ આ ઘર ગથું જુગાળથી થઈ શકે છે. તો કોઈ ખોટા ખર્ચા વગર ઘરના અનેક સવાલો તેમજ જૂની પડેલી વસ્તુઓમાંથી આ રીત આવી શકે છે ખૂબ સરળ ઉકેલ તે પણ કોઈ ખર્ચા વિના.
ચાનો ઉપયોગ
સવારમાં ઉઠતાંવેત જેની દરેક ગુજરાતી આતુરતાથી રાહ જોતાં હોય તેવી ચા. ત્યારે આ ચાનો માત્ર એકજ રીતે પીવામાં ઉપયોગ ના થાય પણ તેનાથી ઘરના દરેક અરીસા સાફ કરો ચાથી અરીસા વધુ સરસ રીતે સાફ થઈ શકે છે. અનેક કેમિકલથી સાફ કરવાને બદલે એક અરીસા લુવાના કપડાંમાં થોડી ચા ઉમેરો અને ત્યારબાદ તેનાથી સાફ કરો. ચા ના ઉપયોગથી અરીસો વધુ ચમકી જશે.
અખરોટનો ઉપયોગ
મુખ્ય રીતે અખરોટ ખાવાથી મગજ અને યાદ શક્તિ સારી થાય છે તે બધાને ખબર હશે પણ આ અખરોટ લાકડામાં થતી જીવાત લાગવાની સાસયા અટકી શકે છે. જ્યાં કાટ લાગ્યો હોય ત્યાં અખરોટ ઘસો તેનાથી આ સમસ્યા એકદમ ફટાફટ દૂર થઈ શકે છે.
સ્ટ્રેનરનો ઉપયોગ
દરેક મહિલા પોતાના વાળને સ્ટ્રેટ કરવા માટે તેનો ઉપયોગ કરતી હોય છે. પણ આ સ્ટ્રેનરનો દરેક પુરુષો પોતાના શર્ટના કોલરને એકદમ વ્યવસ્થિત કરવા માટે ઉપયોગ કરી શકે છે જેની કદાચ કોઈ પુરુષને ખબર હશે નહીં. તો આ રીતે સ્ટ્રેનરનો ઉપયોગ કરો.
ટૂથપેસ્ટનો ઉપયોગ
દરેક ગાડીમાં હેડલાઇટ તે મુખ્ય ભૂમિકા ભજવે છે. દિવસ અને રાતે હવે તો તે ઓટોમેટિક ગાડી ચાલુ થવાથી થતી હોય છે, પણ તેને સાફ કરવામાં અનેક સમસ્યા સામે આવતી હોય છે તો હવેથી તેને સાફ કરવામાં કોઈપણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો તેનાથી તે એકદમ નવી લીધેલી ગાડી સમાન સાફ થઈ જશે.