નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આત્મનિર્ભર ભારતના ભાગરૂપે રાહત પેકેજની જાહેરાત કરવા પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ છે. સરકાર વ્યાપક પ્રમાણમાં વધુ ગહનતાથી આર્થિક મોરચે સુધારા હાથ ધરવા માગે છે.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જીએસટી, આઈબીસી સહિતના અનેક પગલાં ભર્યા છે.
જે દેશની આર્થિક કામગીરી મજબૂત કરવામાં અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત માટે રોકાણને ઝડપી બનાવવા માટે નીતિ વિષયક પગલાં ભરવાની જરૂર પડશે.
કોલસા, ખાણ ક્ષેત્રમાં સરકારની જાહેરાત
- કોલસા સેક્ટરમાં સરકાર સ્પર્ધાત્મકા, પારદર્શિતા લાવવામાં આવશે, આ સાથે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ સુનિશ્ચિત કરવામા આવશે. રેવન્યી શેરિંગ મીકેનિઝમ રજૂ કરવામાં આવશે.
- કોલસાના બ્લોકમાં ખાનગી સેક્ટર સંશોધન માટે બિડમાં ભાગ લઈ શકશે. આશરે 500 જેટલા માઈનિંગ બ્લોક બિડ માટે ઓફર કરવામાં આવશે.
- એટલે કે કોલસા સેક્ટરમાં હવે સરકારની ઈજારાશાહીનો અંત આવશે અને આ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધશે.કોલસા સેક્ટરમાં ઉદારીકરણને વેગ આપી નીતિ વિષયક સુધારા કરવામાં આવશે.
- એલ્યુમિનિયમ ઉદ્યોગની સ્પર્ધાત્મકને વધારવા માટે બોક્સાઈડ અને કોલ મિનરલ બ્લોકના સંયુક્ત રીતે ઓક્શન વ્યવસ્થા દાખલ કરવામાં આવશે. તે એલ્યુમિનિયમ ઉદ્યોગની વીજળી ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ બનશે.