અમદાવાદમાં હવે વેન્ટિલેશન-આઇસોલેશન અને ડાયાલીસીસનાં ભાવ નક્કી
અમદાવાદમાં કેશો વધતાં જાય છે અને સરકારી દવાખાનામાં પણ જગ્યાની ઘટ છે તેથી ખાનગી હોસ્પિટલો લોકડાઉનનો ફાયદો ના ઉઠાવે અને જનતાને વ્યાજબી ભાવે સારવાર મળવી જરૂરી હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યા છે. આ હોસ્પિટલો દર્દીઓ પાસેથી મોં માંગ્યા રૂપિયા વસુલતી હોવાની ગંભીર નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી હતી. આ પછી અમદાવાદ મ્યુનિ.નું તંત્ર હરકતમાં આવ્યું છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવારનાં ભાવ નક્કી કરાયા છે.
ડાયાલિસિસ કરવાના રૂપિયા 1650 અલગથી આપવા પડશે.
જે દર્દીઓ સારવાર જોઈતી હોય તેમને વેન્ટિલેશન-આઇસોલેશન માટે અનુક્રમે રૂપિયા 11,250 ને રૂપિયા 23,000 ની રકમ નક્કી થઈ છે. ડાયાલિસિસ કિડની ખરાબ હોય તો એવા કિસ્સામાં થતું હોવાથી એક વખત ડાયાલિસિસ કરવાના રૂપિયા 1650 આપવા પડશે. દર્દીઓને બે ટાઈમ ચા નાસ્તો, જમવાનું પણ પૂરૂ પાડવામાં આવશે, પહેલાની જેમ હવે વધારે ભાવ નહીં લઈ શકે.
હાલની માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મળીને ત્રીસ હોસ્પિટલો સાથે કોરનાના દર્દીઓને સારવાર આપવા માટે એમઓયુ કર્યા છે અને જો પરિસ્થિતી વધારે બગડે તો આગળ પણ વધારે MOU કરવા પડી શકે છે.