ચરણ લઈ જાય છે મંદિર સુધી, ભાવ લઈ જાય છે ભગવાન સુધી
ધર્મ સ્થાનોની આવક બંધ થતા કર્મચારીઓના પગારના પણ સાંસા
હાલના સમયમાં ધર્મસ્થાનોમાં લોકો દર્શને આવી નહી શકતા ન હોવાથી ભગવાનની પણ આવક ઘટી છે ધર્મ સ્થાનોમાં ભકતોનાં પગલા નહીં થતા ભગવાન પણ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. દેવ સ્થાનોની આવક ઘટી જતા દેવ સ્થાનોને પોતાના રોજીંદા ખર્ચા માટે પણ નાણાની મુશ્કેલી પડી રહી છે.
કેટલાક મંદિરોને પોતાના અનામત ભંડોળ કે અનામી ભંડોળના વ્યાજની આવક પર નિર્ભર બનવું પડયું છે.
માનવી પોતે ભાવથી મંદિર કે ધર્મસ્થાનોમાં જતો હોય છે. ભગવાનને મળવા દર્શન કરવા કે ભજવા માટે ભકતોના ચરણ મંદિર સુધી લઈ જાય છે. પણ ભકતોનું આચરણ પણ ભકિતભર્યું ભાવભર્યું હોય તો તેને ભગવાનનો ભેટો થાય છે.
દેશમાં કોરોનાની મહામારીના પગલે લોકડાઉન કરવામાં આવતા લોકોને માઠી અસર થઈ છે. તો સાથે સાથે ભગવાનને પણ માઠી અસર થઈ છે.
કેરળના શ્રી મેઘનાથ મંદિરની વાત કરીએ તો દર માસે સરેરાશ ૩ કરોડની આવક હોય છે. ત્યાં અત્યારે દર મહિને માત્ર ૭.૫ લાખની આવક થાય છે મંદિરને ૩૦૭ કર્મચારીઓના પગાર પેટે તથા અન્ય ખર્ચ મળી રૂા.૧.૧ કરોડનું ચૂકવણું કરવાનું હોય છે.
મંદિરનું સંચાલન કરતા દેવ સ્થાન બોર્ડે ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવે છે તે અંગે કોઈ વિગતો આપી નથી.
એજ રીતે ગૂરૂવાયુર મંદિરની આવક પણ ઘટી ગઈ છે. મંદિરના માસીક રૂા.૫ કરોડ હતી તે અત્યારે ૧.૫ લાખ થાય છે. એટલે હવે મંદિરને દર કરોડોના માલીક જાળવણી ખર્ચ રૂા.૧૫૨૯ કરોડની ફિકસ ડિપોઝીટના વ્યાજમાંથી કરવો પડી રહ્યો છે. અત્રે એ યાદ આપીએ કે મંદિર પાસે ૭૦૦ કિલો સોનું છે. કેરળના શબરીમાલા મંદિરને લોકડાઉનથી રૂા.૧૦૦ કરોડનું નુકશાન થયું છે. જેના લીધે દ્રાવણકોર દેવસ્થાન બોર્ડને માર્ચમાં યોજાનો ૧૦ દિવસનો ઉત્સવ તથા એપ્રિલ મધ્યમાં યોજાતો વિશુ ઉત્સવ રદ કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે માસથી પૂજા પણ બંધ કરવી પડી છે.
હિન્દુ દેવસ્થાનોમાં સૌથી ધનાઢય ગણાતા આંધ્રપ્રદેશના તિરૂમાલા ખાતેના ભગવાન વ્યંકટેશ્ર્વર મંદિરને પણ લોકડાઉનથી માઠી અસર થઈ છે. આ મંદિર માસિક આવક રૂા.૨૦૦ કરોડ છે. જે અત્યારે શૂન્ય થઈ ગઈ છે. મંદિરનાં માસિક ખર્ચ રૂા.૧૫૦ કરોડ છે જે મંદિરના અનામત ભંડોળમાંથી વાપરવામાં આવે છે. મંદિર પાસે રૂા. ૧૪ હજાર કરોડનું અનામત ભંડોળ છે.
મહારાષ્ટ્રમાં દેવ સ્થાનેથી વાત કરીએ તો શિરડી ખાતેના સાંઈ બાબા મંદિરની માસીક આવક લોકડાઉન પહેલા રૂા.૨૨ કરોડ હતી તે અત્યારે સાવ નજીવી થઈ ગઈ છે. સાંઈ સંસ્થાના ૬ હજાર કર્મચારીઓના માસિક પગાર રૂા.૧૮ કરોડ થાય છે. તે અત્યારે ચૂકવવા અસમર્થ છે. એપ્રિલ માસ એમ બે માસનો પગાર ચૂકવી શકયો નથી મંદિર પાસે મોટો જથ્થામાં સોનું અને રૂા.૨૫૦૦ કરોડની ડીપોઝીટ છે. સંસ્થાએ કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે પાકતી ડીપોઝીટના નાણા ફરી મ્યુચ્યુ ફંડમાં નહી રોકવા નિર્ણય કર્યો છે.
મુંબઈના સિધ્ધિ વિનાયક મંદિરને પણ માઠી અસર થઈ છે. મંદિરનાં ૨૫૦ કર્મચારીઓનો રૂા. ૮ લાખનો પગાર મેનેજમેન્ટ ફંડમાથી ચૂકવવો પડયો છે. મંદિરની માસિક આવક રૂા.૮ કરોડ હતી તે અત્યારે સાવ બંધ થઈ ગઈ છે. મંદિર પાસે રૂા. ૩૫૦ કરોડની ફિકસ ડીપોઝીટ છે. તેમાંથી પગાર ચૂકવાશે.
મુંબઈની પ્રસિધ્ધ હાજીઅલી દરગાહની વાત કરીએ તો ત્યાં કોઈ હાલ કોઈ આવક નહી હોવાથી અનામત ભંડોળમાંથી ખર્ચ કરવામાં આવે છે. આ દરગાહે દર માસે રૂા.૨૫ થી૩૦ લાખની વચ્ચે આવક હોય છે. એજ રીતે રાજસ્થાનના અજમેરની દરગાહની વાત કરીએ તો મહિને રૂા૫૫ થી ૬૦ લાખનો ખર્ચ થાય છે. જે હાલ આવક બંધ થઈ ગઈ છે.