જવાહર નવોદય વિદ્યાલયના બાથરૂમમાં મળેલી વિદ્યાર્થીની લાશ બાબતે ત્રણ શિક્ષકો, એક ચોકીદાર ફરજ મુકત
ધ્રાગધ્રા શહેરમા વારંવાર સ્કુલ સાથે અટેચ હોસ્ટેલમાં વિધાર્થીઓની શંકાસ્પદ લાશ મળતા હવે હોસ્ટેલમા રહેતા બાળકોના માતા-પિતાના મનમાં શંકા ઉભી થઇ રહી છે તેવામાં આજથી છ મહિના પુર્વે થયેલ સ્વામીનારાયણ ગુરુકુળમા વિધાર્થીની હત્યાને લઇને ખુબજ ચર્ચા જાગી હતી તેવામા માંડ આ કિસ્સે ટાળે પડતા ફરી ધ્રાંગધ્રાના જવાહર નવોદય સ્કુલની હોસ્ટેલમા હળવ ચુપણી ગામના એક વિધાર્થીની પણ શંકાસ્પદ લાશ બાથરુમમા મળતા ચર્ચાને ફરી વેગ મળ્યો હતો ત્યારે ઉલ્લેખનિય છે કે ધ્રાગધ્રા તાલુકાનાં ઇસદ્રા રોડ પાસે આવેલ જવાહર નવોદય વિધાલયમા થોડા દિવસ અગાઉ રાહુલ ઠાકોર નામના વિધાર્થીની હોસ્ટેલના બાથરુમમાથી શંકાસ્પદ લાશ મળી હતી ત્યારે પ્રાથમિક દ્રષ્ટીએ પોલીસ દ્વારા આત્મહત્યાનું અનુમાન લગાવી તપાસ હાથ ધરી હતી અને વિધાર્થીની લાશ ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મોકલાવી દેવાઇ હતી આ તરફ તાલુકા પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઇ બેઠી છે ત્યારે બીજી તરફ જવાહર નવોદય સ્કુલના સંચાલકો દ્વારા તુરંત જવાબદાર શિક્ષકો અને એક ચોકીદારને સસ્પેન્ડ કરાયા છે .
ત્યારે આ બાબતે જવાહર નવોદય વિધાલયના પ્રિન્સીપાલ અનિલ કાંમલે સાથે વાતચીત દરમિયાન તેમણે પણ કેટલીક બાબતના ઘટસ્ફોટ કર્યાં હતા જેમા તેઓ દ્વારા જણાવાયુ હતુ કે મૃતક વિધાર્થી પોતે આ ઘટના બની તેના આઠેક કલાક પહેલાજ વેકેશનની રજા માણીને પાછો સ્કુલે ફર્યો હતો તથા વિધાર્થીએ જ્યારે આ પગલું ભયુઁ તેના થોડા ક્શણો પહેલાંજ પોતાના બાળકને પણ સ્કુલે છોડવા આવેલા એક પીપળી ગામના શખ્શના મોબાઇલમાથી મૃતક રાહુલ ઠાકોરે પોતાના પિતા સાથે અંદાજે સાતેક મિનિટ ચાલુ ક્લાસે ગ્રાઉન્ડમા જઇ વાતચિત કરી હતી અને બાદમા મૃતક વિધાર્થી રોવા લાગ્યો હતો અને ક્લાસરુમના બદલે પોતાની હોસ્ટેલમા ચાલ્યો ગયો હતો આ દરેક બાબતથી અહિંન ચોકીદાર વાકેફ હોવા છતા સામાન્ય બાબત ગણી તેણે કોઇ ઉચ્ચ અધિકારીને જાણ કરી ન હતી જ્યારે સવારે સ્કુલ શરુ થતાંન સાથેજ અહિંન હોસ્ટેલને તાળું લાગી જાય છે અને તે ચાલી એક શિક્ષક પાસે રહે છે છતા હોસ્ટેલની ચાવી પોતે કોઈપણ વ્યક્તિને આપી દેતા શિક્ષકે પોતાની જવાબદારીવાળા કામમાં બેદરકારી રાખવી હતી ત્યારે ચાલુ ક્લાસરુમે આ મૃતક વિધાર્થી પિરીયડ દરમિયાન હાજર નહિ હોવાથી પણ જે તે સમયે પિરિયડ લેતા શિક્ષકે વિધાર્થી ક્લાસરુમમા હાજર નહિ હોવા છતા પણ તે વિધાર્થી ક્યાં છે ? તેની ભાળ પણ મેળવી ન હતી જેથી આ બંન્ને વિધાર્થીની પણ બેદરકારી દેખાઇ હતી જેથી આ બાબતમાં દરેક ગેરજવાબદાર વ્યક્તિઓ તથા સ્ટાફને પોતાની બેદરકારી અને સ્કુલના નિયમો વિરુધ્ધ કાર્ય છતા જવાબદાર અધિકારી અથવા પ્રિન્સીપાલને જાણ ન કરતા ત્રણ શિક્ષકો જેમાં (૧) એન.એન.સાગઠીયા (૨) લાભુભાઇ લાવરીયા (૩) પ્રજ્ઞાબેન રાઠોડ અને એક ચોકીદાર (૪)આર.એ.વાળા એમ કુલ ચાર વ્યક્તિને સસ્પેન્ડ કરાયા છે ત્યારે હાલ પ્રિન્સીપાલ અનિલ કાંબલે દ્વારા એવું પણ જણાવાયુ હતુ કે હજુ પણ તપાસ જારી છે અને જો બીજા કેટલાક સ્કુલના સ્ટાફમા જવાબદાર વ્યક્તિ બેદરકાર જણાશે તો તેઓના પર પણ જરુરી કાર્યવાહી કરાશે . ત્યારે હાલતો ધ્રાગધ્રા તાલુકા પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઇને બેઠી છે અને રીપોર્ટ બાદજ હવે આ મૃતક વિધાર્થીએ આત્મહત્યા કરી કે પછી હત્યા થઇ તેવા કેટલાક રહસ્યો ખુલશે તેવુ જણાઇ આવે છે .