રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં છ (૦૬) હાઈસ્કૂલ આવેલી છે. વર્તમાનમાં જયારે કોવીડ-૧૯ના કારણસર શાળાઓમાં વાલી તેમજ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી શકતા નથી, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છ(૦૬) હાઈસ્કૂલમાં ઓનલાઈન ફોર્મ ભરી હાલ પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળામાં સરકારના નિયમાનુસારની સામાન્ય ફી ધોરણ -૯ માં માત્ર ૯૦ રૂપીયા ,ધોરણ ૧૦ માં માત્ર ૭૫/- રૂપિયા, ધોરણ ૧૧- કોમર્સ માં ૫૪૦/ રૂપિયા ,તેમજ ધોરણ ૧૨- કોમર્સમા ૫૨૦ રૂપિયા માત્ર વાર્ષિક ફી તેમાં પણ બહેનોને શાળામાં નિ:શુલ્ક(મફત) પ્રવેશ આપવામાં આવે છે.
આ શાળાઓમાં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો તેમજ અદ્યતન આધુનિક સુવિધા સભર વર્ગખંડો, ઓડિયો-વિડીયો રૂમ, બાયસેગનાં માધ્યમથી શિક્ષણ ની સુવિધા તેમજ કમ્પ્યુટર પ્રયોગશાળા,વિજ્ઞાન પ્રયોગ શાળા તેમજ વિવિધસુવિધા સાથેની શાળાઓમાં રમતગમત માટે વિશાળ મેદાન છે. સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્માર્ટ બોર્ડ સાથે વર્ગખંડો રહેલા છે. શાળાના વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન એક વાર શાળામાંથી રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બે જોડી ગણવેશ (જીન્સ ટી શર્ટ) એક જોડી બુટ ,બે જોડી મોજાં તેમજ સ્કૂલ બેગ મફત આપવામાં આવે છે. તેમજ શાળામાં પ્રતિ વર્ષ છ (૬) હાઈસ્કૂલ દ્રારા વિદ્યાર્થીના સર્વાગીણ વિકાસ હેતુ સંયુક્ત રીતે ક્વિઝ કોન્ટેસ્ટ , વિજ્ઞાન ગણિત પ્રદર્શન, રમત ગમત સ્પર્ધા તેમજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. તેના માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી. શાળામાં કમ્પ્યુટર શિક્ષણ તદન મફત આપવામાં આવે છે. તેમજ પ્રતિવર્ષ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એક નાનો તેમજ એક મોટો પ્રવાસ યોજવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સાવ સામાન્ય ફી માં ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસો જોવા પ્રવાસમાં જાય છે. શાળામાં તમામ બાબતોમાં માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા તેમજ રવિન્દ્રસિંહ ચુડાસમા (આસી. મ્યુનિ.કમિશનર) નો સહયોગ તેમજ માર્ગદર્શન મળતું રહે છે, તેમજ રાજકોટ મહાનગરપાલિકા નાં તમામ પદાધિકારી તેમજ અધિકારીઓનો સુંદર સહયોગ મળતો રહે છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના તમામ વિદ્યાર્થીઓમાં માટે આ શાળાઓ એક માત્ર આશાનું કિરણ છે.