સાંસદ પૂનમબેન માડમે યાત્રાનો પ્રારંભ કરાવ્યો
દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પર પ્રાંતીય શ્રમીકો, યાત્રાળુઓ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલ્વે તંત્ર દ્વારા ‘શ્રમીક વિશેષ ટ્રેન’ નામથી શરૂ કરીને આવા લોકોને આવન જાવન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઓખાથી ઉતર પ્રદેશ જોનપુર સુધીની શ્રમીક વિશેષ ટ્રેન સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેકે લીલી જંડી આપી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં ઓખા મંડળ દેવભુમી દ્વારકા જીલ્લા તથા પોરબંદર જૂનાગઢમાં વસતા પરપ્રાંત શ્રમીકો અનેયાત્રીકો વગેરે કુલ ૧૨૪૦ મુસાફરોને લઇ જવામાં આવેલ. એક મુસાફરનુ ભાડુ રૂ.૭૮૦ રાખેલ. જેમાં તમામ મુસાફરોને વિના મૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉદય, કાનપુર, લખનવ થઇ ઉપર પ્રદેશ જોનપુર પોહચશે.