જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉનની અમલવારી વચ્ચે ૫૦માં દિવસે બુધવારે લોકડાઉન-જાહેરનામાના ભંગ મામલે વધુ તેતાલીશ એફઆરઆઇ નોંધાઇ હતી.જેમાં લોકડાઉનના પ્રારંભીહાલ સુધીના જુદા જુદા ત્રણ તબકકા દરમિયાન લોકડાઉન-જાહેરનામાના ભંગની કુલ એફઆરઆઇનો આંક બે હજારને પાર કરી ગયો છે.આ ઉપરાંત બુધવારે જુદા જુદા સ્થળેથી ૩૦૬ વાહનો ડીટેઇન કરાયા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં હાલ લોકડાઉન-૩ની અમલવારી ચાલી રહી છે.જયારે લોકડાઉનના પ્રથમ બે તબકકા સહીત ત્રણેય તબકકાઓ દરમિયાન પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી યથાવત રાખી છે.જામનગર શહેર-જિલ્લામાં પોલીસે બુધવારે દિવસ દરમિયાન જુદા જુદા સ્થળે લોકડાઉન-જાહેરનામાના ભંગની વધુ ૪૩ એફઆરઆઇ નોંધી હતી.જેથી લોકડાઉનના ત્રણેય તબકકા(૫૦ દિવસ)ની મળી અત્યાર સુધીની કુલ ફરીયાદનો આંક ૨૦૨૪એ પહોચ્યો હતો.જયારે કુલ અટકાયતનો આંક ૧૫૨૨એ પહોચ્યો હતો. શહેર-જિલ્લામાં લોકડાઉનના ૫૦માં દિવસે પોલીસે જુદા જુદા સ્થળે ડબલસવારી કે નિયમનો ભંગ કરતા મળી આવેલા વધુ ૩૦૬ વાહનો પણ ડીટેઇન કર્યા હતા.