કોરોના વાયસર અંતર્ગત પોતાના વતન તરફ લાવવા આજથી રાજય સરકાર દ્વારા એસટી બસોની ફાળવણી કરવામાં આવેલ જે અન્વયે અમરેલીના બગસરા એસ.ટી. ડેપો ખાતેથી પણ સુરત અમદાવાદ સહિતના મોટા વિસ્તારોમાંથી કોરોના વાયરસના કારણે લોકોને પોતાના વતન તરફ લાવવા અર્થે એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે હાલ એસટી બસ સ્ટેન્ડ ખાણે પણ એસટી બસની સેનેટરાઇઝર તેમજ એસટીની સમાર કામ કરીને ડ્રાઇવરને એસટી બસ સોંપવામાં આવતી હતી તો બીજી બાજુ ડ્રાઇવરોમાં પણ થોડો ઘણો કચવાટ જોવા મળ્યો હતો. અમરેલી ડીવીઝન મેનેજર આ બાબતે તાકીદ કરતા તેમણે હાલ ૮ તારીખથી અત્યાર સુધીમાં જે એસટીઓની ફાળવણી કરવામાં આવેલ હોય તેની માહીતી આપવામાં આવતી પરંતુ જે સ્થાનીક બગસરા એસટી ડેપો લેવલે ડેપોમેઝર સહીતના એસટી બસ સ્ટેન્ડમાં કોઇ ઘણીઘોરી ન હોય તેમ સાવ ભંગાર હાલતમાં થઇ ગયેલ વહિવટ જતાં લોકોમાં પણ આશ્ર્ચર્ય ફેલાયું છે. ત્યારે અગત્યની બાબતએ જોવા મળી કેસીસી ટીવી કેમેરાઓને પણ આડા અવળા ફેરવી નાખવામાં આવેલ છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ બાબતની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થશે કે કેમ અને અંતે એસટી ના ડ્રાઇવરે દ્વારા પોતાને સેનીટેશનની વ્યવસ્થા ન હોય તેમજ માસની પણ વ્યવસ્થા ન હોય તે બાબતે પણ તેમની રજુઆતો કરવામાં આવી હોય તેવું ડ્રાઇવરો દ્વારા જાણવા મળ્યું હતું.
Trending
- નવી આશા નવો દિવસ : જાણો આજનું દૈનિક રાશિફળ
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી