નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોના હબ ગણાતા રાજકોટના ૧૮૦૦૦ ઔદ્યોગિક એકમોને આ પેકેજનો મહતમ લાભ થવાની સંભાવના વ્યકત કરતા ચેમ્બરનાં પદાધિકારીઓ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અયકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. લોકડાઉનના પગલે જીવન જરૂરી સિવાયના તમામ ધંધા રોજગારો અને ઉદ્યોગો ઠપ્પ થઈ જવા પામ્યા છે. જેના કારણે અર્થતંત્રને ભારે નુકશાન થઈ રહ્યું હોય તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉદ્યોગોને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉનના કારણે થયેલા નુકશાનમાં સહાયરૂપ થવા પરમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રૂા.૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. જેના ભાગરૂપે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલાસીતારમણ દ્વારા ગઈકાલે લઘુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગો માટે રૂા.૩લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે આ પેકેજની લઘુ અને મધ્યમ ઉદ્યોગોના હબ ગણાતા રાજકોટના ઉદ્યોગ જગતમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
રાજકોટ શહેર અને આસપાસનાં શાપર-વેરાવળ, મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં આશરે ૧૮ હજાર જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગો આવેલા છે. કેન્દ્ર સરકારે જાહેર કરાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો માટેના રૂા.૩ લાખ કરોડના પેકેજથી સૌથી વધુ લાભ રાજકોટ અને આસપાસના વિસ્તારના ઔદ્યોગિક એકમો મળનારો હોવાની સંભાવના રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વ્યકત કરી છે.
ચેમ્બરનાં પદાધિકારીઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારવાની સાથે નાના અને મધ્યમ ઉદ્યોગોને પહેલા નોટબંધી, જીએસટીનાં અમલ અને હાલનાં લોકડાઉનથી પડેલા ફટકા સામે આ પેકેજ રાહત પહોચાડનારૂ સાબીત થશે તેવી આશા વ્યકત કરી હતી.
એમએસએમઈને પેકેજથી રાજકોટ આસપાસના ઉદ્યોગોને મહતમ ફાયદો વી.પી. વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા જે ૨૦લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી જે પ્રસંશનીય છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટના તમામ ઉદ્યોગકારો વેપારીઓ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવીએ છીએ. એમએસએમઈને રૂા. ત્રણ લાખ કરોડરૂા.ની લોન આપવાની જાહેરાત છે તે ખરેખર એક બુસ્ટ આપવા સમાન પૂરવાર થશે લોકડાઉનના કારણે નાના-નાના ઉદ્યોગોને આર્થિક સહિતની જે સમસ્યા સર્જાઈ હતી. તેમાં આગામી દિવસોમાં સુધારો થશે અર્થતંત્રની અટકી ગયેલી સાયકલ ફરીથી પાટાપર ચડશે રાજકોટ આજુબાજુમાં ૧૮૦૦૦ નાના મોટા ઔદ્યોગીક એકમો આવેલા છે. જેને આ પેકેજથી ફાયદો થશે. આ પેકેજનો ફાયદો સૌથી વધારે ફાયદો સૌરાષ્ટ્રને થશે. લીકવીડીટીનો પ્રશ્ર્ન હતો તે ઉકેલાશે પર દિવસના લોકડાઉનમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણુબધુ નુકશાન થયું છે.
ત્યારે સરકારના આ બુસ્ટથી એમએસએમઈ ઉદ્યોગો પાટે ચડશે. સૌરાષ્ટ્ર અને દેશનું અર્થતંત્ર મજબુત બનશે. આજથી રાજકોટ શહેર અંદર આવેલા ઔદ્યોગિક એકમોને ખોલવાની છૂટ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનુ છું ઉદ્યોગકારોને મંજૂરીમાં મુશ્કેલી ન પડે તે માટે રાજકોટમાં આવતા ૧૧ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં કલેકટર અને પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજાઈ હતી. જેમા મંજૂરીની પ્રક્રિયા સીધી અને સરળ બનાવવામાં આવી છે. ઉદ્યોગકારો માત્ર બાંહેધરી અને પરિવહન બેજ ફોમરમેટમાં વિગતો ભરીને એશોસીએશન જઈ પરમિશન મેળવી શકશે. એક પાસમાં જેટલા લોકોની પરમીશન હશે તે બધાને તેની ઝેરોક્ષ સાથે રાખવી પડશે.