જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરતા પ્રદેક કોંગ્રેસ સમિતિના મહામંત્રી
લોકડાઉનમાં અન્ય જિલ્લા-તાલુકામાં ફસાયેલા લોકોને તાકિદે બોલાવી લેવા તેમજ મનપા અને સીવીલ હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ હોય તેની અનેક બુમરાણો ઉઠી હોવાની ફરીયાદ સામે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટીએ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે.
ગુજરાતમાં મોટા શહેરો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જીવલેણ કોરોનાએ ભરડો લીધો છે અને કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો ચિંતાજનક છે. ત્યારે રાજકોટમાં શહેર અને જીલ્લાની પણ સ્થિતિ સારી નથી રાજકોટમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને રાખવા તેમજ સારવાર માટે રાજકોટના મ.ન.પા. કમિશ્નરે સતર્કતા રાખવાના બદલે ગોળ ગોળ વાર્તાઓ અને અનુસંધાન વગરની માહીતી પ્રજાને ચિંતા કરાવેછે ખાસ કરીને મ.ન.પા. અને સીવીલ હોસ્પિટલ વચ્ચે કોમ્યુનિકેશન સેતુ જળવાતો નથી તેથી અનેક ફરીયાદો ઉઠવા પામી છે. દર્દીઓના સગાવહાલાને યોગ્ય માહીતી મળતી નથી. દર્દીઓ સારવાર માટે વલખા મારે છે તેવું બુમરાણ મચી છે તેમજ સિવીલ હોસ્પિટલના ડોકટરો અને નિષ્ણાતો તેમજ સ્ટાફ વચ્ચે સંકલન નથી તેવુ: ફલીત થયું છે. આ ઉપરાંત રાજય સરકાર અને જીલ્લા કલેકટરે પ્રથમ લોકડાઉન પહેલા જાહેરાત કરીને રાજકોટવાસીઓને તાકીદેની અસરથી પરત બોલાવી લેવાની જરૂર હતી હજુ પણ મોડું થયું નથી સરકારી વાહનો મોકલીને જિલ્લાને લાગુ જીલ્લા અને તાલુકાઓમાંથી ફસાયેલા નાગરીકોને ઘર ભેગા કરવાની જરુર છે. આ અંગે જીલ્લા કલેકટર, મનપાના કમિશ્નર, શહેર જીલ્લા પોલીસ કમિશનરે સંકલન કરીને તાકીદે અસરથી પીડીત નાગરીકોને પરત લાવવા જોઇએ તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.