સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કરી રજૂઆત
રાજકોટ અને મોરબી જીલ્લામાં ટેકાના ભાવે કપાસની ખરીદી કેન્દ્રો ખોલવાની માંગ કરી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી છે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજરને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજકોટ પીએમસી ના ચેરમેન ડી કે સખીયા, મોરબી પીએમસીના ચેરમેન મગનભાઈ વડાવીયાની રજૂઆત મુજબ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ચોમાસાની સીઝન નજીક આવતી હોય ખેડૂતોને ખરીફ બિયારણ અને ખાતરની ખરીદી કરવાની હોય ખેડૂતોનો કપાસ વેચાય તો જ વાવેતરનું આયોજન કરી સકે.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિત માટે રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ઝીલરીયા ખાતે કેન્દ્ર ચાલુ રાખવું આ માટે તાત્કાલિક એટલા માટે જરૂરી છે.
કારણકે ખેડૂતોના ઘરમાં કપાસ હોવા છતા ખેડૂતો વેચાણ કરીને પૈસા મેળવી સકતા નથી માટે ખેડૂતોમાં ઘણો જ આક્રોશ છે ખેડૂતો રોડ પર ના આવી જાય અને અનિચ્છનીય બનાવ ના બને એટલા માટે તાત્કાલિક ખરીદી કેન્દ્રો મંજુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા ખાસ ભલામણ સહ વિનંતી કરી છે