આરોગ્યની ટીમ ચોવીસ કલાક હાજર
વિશ્ર્વ મહામારી કોરોનાને કારણે ગીર-સોમનાથ જીલ્લા સીવીલ હોસ્૫િટલને કોવિડ-૧૯ હોસ્પિટલ જાહેર કરાતા તે સંકુલનો ગાયનેક વિભાગને પ્રભાસ પાટણ રેફરલ હોસ્પિટલ સ્ટાફ સાધનો સાથે સ્થળાંતર કરાતા ડોકટર સર્જન અને ગાયનેક વિભાગની આરોગ્ય લક્ષી સુંદર કામગીરીને કારણે પ્રસુતા મહિલાઓને ઘર આંગણે સુવિધાઓ મળતી થતાં વધુને વધુ દર્દીઓ ઉમટી રહ્યા છે.
સ્ત્રી-રોગ નિષ્ણાત સર્જન ડો. રવિ ઝાલા તથા લેડી ડોકટર, નર્સ, ઓફીસ સ્ટાફના સહિયારા પ્રયાસોથી અત્યાર સુધી ૭૭૦ ઓપીડી, ૨૪૦ ડીલીવરી કેઇસ, ૫૮ સીઝીરીયન, ૧૮૨ નોરમલ ડીલીવરી ૧૦ મેજર તથા ર૮ માયનોર ઓપરેશન થયા અને એક દિવસમાં ૧૪ ડીલીવરી કેઇસ પણ નોંધાયા ગાયનેક સર્જન ડો. રવિ ઝાલા સહિત સ્ટાફ ખંતથી સેવા બજાવી રહ્યા છે.