સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અને ઉનાળો તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે ત્યારે. હજુ ચોમાસા ને પણ હજુ વાર છે.
ત્યારે લીંબડી તાલુકા નાં ભોયકા ગામ નાં તળાવ નાં પટ માં ટીંટોડી એ એક સાથે પાંચ ઇંડા મુકેલ છે.લોકવાયકા મુજબ ચોમાસા નાં ચાર મહિના મુજબ ચાર ઈંડા મુકેછે.પરંતું આ વરસે એક સાથે પાંચ ઇંડા ટીટોડી એ મુકતા કૌતુક સજાઁયુ છે.
આ વરસે ચોમાસા નો એક મહીનો વધારે હોવાનાં સંકેત આ ઇંડા પરથી લાગે છે. આ ઉનાળાની ગરમીમાં લીંબડી નાં ભોયકા ગામ નાં તળાવ નાં પટ માં આ ટીટોડી નાં ઇંડા જોવા મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણકે ટીટોડીએ જમીન ઉપર ઈંડા મુકતા ખેડૂત તો માનવું છે કે આ વર્ષે કદાચ વરસાદ મોડો પણ પડે અને ટીટોડી જમીન ઉપર ઈંડા મુકતા ખેડૂતો ની દ્રષ્ટિએ વર્ષ સારું ન ગણાય ત્યારે આ ટીટોડીએ તળાવના પટમાં ૫ ઈંડા મૂક્યા છે ત્યારે ગામલોકો ટીટોડી ના ઈંડા ને જોવા માટે રોજ ઉમટી પડે છે