પૂ. ઘનશ્યામજી તથા પૂ. ડો. રવિદર્શનજીની નિશ્રામાં ભગવતીની રાજોપચાર પૂજા અને શતચંડી મહાયજ્ઞ
ભગવતિ ભુવનેશ્ર્વરી માતાજીનો ૭૪મો પાટોત્સવ તા. ૧૧-પ થી ૧૫-૫ સુધી જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવાઇ રહ્યો છે. જે વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને સરકારના નિતિ નિયમોને લોકડાઉનને ઘ્યાનમાં લઇને ભગવતિની રાજોપચાર પૂજા તેમજ શતચંડી મહાયજ્ઞ પ. ઘનશ્યામના આશિર્વાદ સાથે તેમજ પૂ. ડો. રવિદર્શનજીની નિશ્રામાં આ ઉત્સાવ થઇ રહ્યો.
સંવત ૧૯૪૬ માં ભગવતી ની પ્રતિષ્ઠા વૈશાદ વદ પ થી વૈશાદ વદ ૯ સુધી ગોંડલ ના રાજવી પરિવારના ભોજરાજસિંહના હસ્તે બ્રહ્મલીન આચાર્ય ચરણતીર્થ મહારાજની નિશ્રામાં થયેલ જેમાં પહેલી રાજોપચાર પૂજા મહારાજા ભોજરાજસિંહએ કરેલ હતી.
આ પાટોત્સવ પ્રસંગે. પૂ. આચાર્ય ઘનશ્યામજી મહારાજે દેશ વિદેશમાં વસતા ભકતો માટે ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીને ભકતોને સારા સ્વાસ્થ્ય માટે અને સમગ્ર વિશ્ર્વના કલ્યાણ માટે આશિર્વાદ પાઠવ્યા છે.