કોરોના મહામારીનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સંક્રમણને તોડવા સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શાકભાજીના આવશ્યક હોવાથી શાકભાજીના ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે પરંતુ જો આ ફેરિયાને કોરોનાનો ચેપ હોઈ તો સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે મોરબી પાલિકા,પોલીસ અને હેલ્થ વિભાગ દ્વારા શાકભાજીના ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું જેમાં આશરે ૨૦૦ જેટલા શાકભાજી ફેરિયાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું તથા લોકડાઉન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી જેથી કરીને ફેરિયા મારફતે સંક્રમણ ફેલાઈ નહીં.
મોરબી શાકભાજીના ૨૦૦ ફેરિયાઓનું તંત્ર દ્વારા હેલ્થ ચેકઅપ
Previous Articleટ્રેનો દોડતી થતાં જ વેઈટીંગ લીસ્ટ પણ લંબાશે
Next Article બુમરાહને અર્જુન એવોર્ડથી નવાજાશે?