હાલના મહામારીના સમયમાં કચ્છના તૃણા બંદરેથી સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરીને જીવતા પશુઓની નિકાસ શરૂ થતા જીવદયા પ્રેમીઓએ ઉગ્ર વિરોધ નોંધાયો હતો; ‘અબતક’એ પત્રકારત્વ-ધર્મ નિભાવીને જીવદયાપ્રેમીઓની લાગણીને વાચા આપી હતી
છેલ્લા ઘણા સમયથી કચ્છના તૃણ બંદરેથી જીવતા ઘેટા બકરાઓની અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. રમઝાન માસ દરમ્યાન અખાતી દેશોમાં જીવતા ઘેટા બકરાની માગ વધી જતી હોય છે. દેશમાં કોરોનાનો કહેર ફેલાય રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલા રમઝાન માસની માંગનો ફાયદો ઉઠાવવા નિકાસકારોએ તાજેતરમાં તૃણા બંદરેથી હજારો ઘેટા બકરાઓની નિકાસ શરૂ કરી હતી. મહામારીના આ સમયમાં ઘેટા બકરાને કવોરન્ટાઈન કરવાનાં સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરીને અખાતી દેશોમાં મોકલવાનો પ્રારંભ થતા જીવદયાપ્રેમીઓમાં રોષનીગણી ફેલાય જવા પામી હતી. જીવદયાપ્રેમીઓની આ લાગણીને અબતકે વાચા આપીને સરકાર સુધી પહોચાડી હતી જેથી રાજયની સંવેદનશીલ રૂ પાણી સરકારે તુરંત આ નિકાસને અટકાવી દીધી હતી જે સામે નિકાસકારોએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી હતી. હાઈકોર્ટે આ રીટ ફગાવી દેતા જીવદયા પ્રેમીઓની વધુ એક જીત થવા પામી છે.
કચ્છના તૃણા બંદરે છેલ્લા ઘણા સમયથી જીવતા ઘેટા બકરાઓની અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અખાતી દેશોમાં આ પશુઓને ક્રુરતા પૂર્વક હલાલ કરવાથી માંડીને જીવતા શેકીને ખાવામાં આવતા હોય જીવદયા પ્રેમીઓ આવી નિકાસ સામે લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. તેમ છતાં ‘પિંક રીવોલ્યુસન’ના નામે આ નિકાસનો વ્યવસાય ધમધમી રહ્યો છે. તેમાં પણ રમઝાન માસ દરમ્યાન અખાતી દેશોમાં ઘેટા બકરાની માંગમાં ભારે વધારો થતો હોય છે. હાલમાં કોરોનાની વૈશ્ર્વિક મહામારી વચ્ચે રમઝાન માસ ચાલી રહ્યો છે.
ત્યારે પોતાના આર્થિક લાભ માટે નિકાસકારો ફરીથી કાર્યરત થયા હતા. આ નિકાસકારોને સરકારે નિકાસની છૂટ આપતા પહેલા જીવતા પશુઓને ૧૪ દિવસ કવોરન્ટાઈન કરવાની શરત રાખી હતી. જે પાછળનો ઉદેશ્ય કોરોનાના વાયરસનું સંક્રમણ આગળ ન પેલાય તે જોવાનો હતો. પરંતુ આ નિકાસકારો સાથે મળેલા પોર્ટના ભ્રષ્ટ સ્ટાફે સરકારી પરિપત્રનું મનઘડત અર્થઘટન કરીને પશુના બદલે શીપના સ્ટાફનું કવોરન્ટાઈન કરવાનું ઠરાવીને નિકાસ શરૂ કરાવી દીધી હતી.
મંજૂરી મળતા જ આ નિકાસકારોએ માત્ર ત્રણ દિવસમાં ફટાફટ ત્રણ જહાજોમાં ૧૨,૫૦૦ જીવતા ઘેટા બકરાઓને અખાતી દેશોમાં રવાના પણ કરી દીધા હતા. કોરોનાની મહામારીના સમયમાં જીવતા ઘેટા બકરાની નિકાસની રાજય સરકારે મંજૂરી આપતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાય જવા પામી હતી. જીવદયા પ્રેમીઓની આ લાગણીને પત્રકારત્વ ધર્મના ભાગરૂ પે અબતકે સવિસ્તાર પ્રસિધ્ધ કરી હતી જેની રાજયની સંવેદનશીલ રૂ પાણી સરકારે તુરંત આ નિકાસ અટકાવવા આદેશ કર્યો હતો. જેથી પંડીત દીનદયાળ કંડલા પોર્ટ ટ્રસ્ટે એક પરિપત્ર કરીને તૃણા બંદરેથી થતી જીવતા પશુઓની નિકાસ પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો.
કંડલા પોર્ટ ટ્રસ્ટના આ પ્રતિબંધ સામે નિકાસકારોએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને નિકાસની છૂટ આપવા માંગ કરી હતી. આ રીટમાં કોરોના ફેલાવવાની સંભાવનાના મુદા પર મુકાયેલા નિકાસ પ્રતિબંધને ગેરકાયદેસર ઠેરાવીને તેને ઉઠાવવા સરકારને હુકમ કરવા દાદ માંગી હતી.જે સામે કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતુ કે સરકાર કોરોનાના કહેરની સ્થિતિમાં જીવતા પશુઓની નિકાસ માટે નવા નિયવમો બનાવી રહી છે. જેથી નિકાસકારોને હાલ મંજૂરી આપી શકાય તેમ નથી. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યાબાદ નિકાસકારોની જીવતા પશુઓની નિકાસની છૂટ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી હાઈકોર્ટના આ હુકમથી જીવદયાપ્રેમીઓની વધુ એક જીત થતા આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
- જીવદયા પ્રેમીઓનાં વિરોધથી સંવેદનશીલ રૂપાણી સરકારે તાત્કાલિક નિકાસ અટકાવી હતી
હાલમાં ચાલી રહેલા રમઝાન માસમાં અખાતી દેશોમાં જીવતા પશુઓની ઉભી થયેલી માંગ દરમ્યાન આર્થિક લાભ ખાટવા અમુક નિકાસકારો સક્રિય થયા હતા. આ નિકાસકારોએ દેશમાં કોરોનાના કહેર વચ્ચે ભ્રષ્ટ સરકારી સ્ટાફને ફોડી લઈને યેનકેન પ્રકારે મંજૂરી મેળવી લીધી હતી. આ મંજૂરી બા માત્ર ત્રણ દિવસમાં ત્રણ જહાજમાં ૧૨,૫૦૦ જેટલા જીવતા ઘેટા બકરાઓને અખાતી દેશોમાં રવાના પણ કરી દીધા હતા. કોરોનાના કહેર વચ્ચે જીવતા પશુઓની નિકાસ શરૂ થતા જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. અબતકે પત્રકારત્વ ધર્મ નિભાવીને જીવદયા પ્રેમીઓની લાગણીને વાચા આપીને આ અંગેના અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેથી ચોકી ઉઠેલી રાજયની સંવેદનશીલ રૂ પાણી સરકારે તાત્કાલીક અસરથી નિકાસ અટકાવવા આદેશો કર્યા હતા. જેથી કંડલા પોર્ટ ટ્રસ્ટે તુરત પરિપત્ર કરીને આવી નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.