૧૦૦ ટકા નિકાસલક્ષી યુનિટોને સરકારના નિર્ણયથી રાહત મળશે

કેન્દ્ર સરકારે ઔદ્યોગીક ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની ચાંદીની આયાતના નિયમોમાં રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા માન્ય એકસ્પોર્ટ ઓરિએન્ટેડ યુનિટ સીવાયના આ લાભ મળવાપાત્ર રહેશે નહીં. અગાઉ સરકારે એડવાન્સ ઓથોરાઈઝેશન એન્ડ સપ્લાય મુદ્દે કેટલીક છુટછાટ આપી હતી. ૧૦૦ ટકા નિકાસલક્ષી

યુનિટો જ્યારે ભારતમાં ચાંદી મંગાવી તેના પર વિવિધ કામ કરી ફરીથી નિકાસ કરે છે ત્યારે ટેકસના કારણે પડતર કિંમત ઉંચી થઈ જાય છે. આ મુશ્કેલીને નિવારવા માટે ચાંદીની આયાતમાં કેટલીક રાહત અપાય છે.

હાલ વિદેશી વ્યાપાર નીતિ મુજબ વિદેશી ખરીદદારો વિનામુલ્યે સપ્લાય આપી શકે છે. ગોલ્ડ, સીલ્વર, પ્લેટીનીયમ, અલોય સહિતની ધાતુઓના ઉત્પાદક અને નિકાસકારો જ્યારે નિકાસનો ઓર્ડર મેળવે છે.

ત્યારે તેના પર વધુ ટેકસ લાગતો હોવાની વાત સામે આવી હતી. હાલ છેલ્લા ત્રણ વર્ષથી ૫ કરોડ રૂ પિયાનું ટર્નઓવર કરતા હોય તેવા ઈમ્પોર્ટ એક્ષપોર્ટ કરનારાને રાહત અપાઈ છે. જ્યારે ચાંદીની આયાત બાદ રિ-મેક થાય છે ત્યારે તેની વેલ્યુમાં વધારો થતો હોય છે. આવા સંજોગોમાં અસમંજસતા ટાળવા માટે સરકારે આયાતમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.

નવા નિયમો ચાંદીનો પાવડર, વરક અને સીટ ઉપર આધારીત રહેશે. અત્યાર સુધી ભારતમાં ૨.૫ બીલીયન ડોલર એટલે કે અંદાજીત ૧૭ હજારથી ૧૮ હજાર કરોડની ચાંદી મંગાવવામાં આવે છે. અનેક એકસ્પોર્ટ ઓરિએન્ટેડ યુનિટ (ઈઓયુ) આ વેપાર સાથે સંલગ્ન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.