લોકોનું મનોબળ ભાંગી પડે એ પહેલાં
વડોદરા શહેર કોંગ્રેસનું રાજયના મુખ્યમંત્રીને આવેદન
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તથા મહાપાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજયના ગરીબ અને મઘ્યમ વર્ગ માટે આર્થિક પેકેજ આપવા માંગણી કરી છે.
મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવાયું છે કે, કોરોના મહામારીના લીધે દશ સહિત રાજયની પણ ગંભીર પરિસ્થિતિ છે. રાજય અને શહેરોમાં કેસ વધી રહ્યા છે અને બીજી તરફ પ૦ દિવસથી સંપૂર્ણ લોકડાઉનના લીધે રાજયનો ખુબ મોટો વર્ગ આર્થિક હાલાકી ભોગી રહ્યો છે. કામ ધંધો, રોજગાર પડી ભાંગવાથી લાખો લોકો ભુખમરા અને માનસીક બીમારીનો સામનો કરી રહ્યા છે.
વડોદરા શહેરની વાત કરીએ તો ૬૦ હજારથી વધુ લારી ગલ્લા પથારાવાળાની રોજીરોટી પ૦ દિવસથી બંધ છે. ઉપરાંત ૭૦ હજારથી વધારે રીક્ષા ચાલકો છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક રીક્ષા ચાલક પોતાની જ રીક્ષા તોડી રહ્યો છે. વડોદરા શહેર કે રાજયમાં આવી પરિસ્થીતીના સર્જાય એ જોવાની જવાબદારી સરકારની છે. ઓછા વતાં અંશે કેટલીક જગ્યાએ આત્મહત્યા ના બનાવ પણ સામે આવ્યા છે. લોકોનું મનોબળ ભાંગી ન પડે અને કોઇપણ પ્રકારનું ખોટું પગલું ના ભરે એ માટે સરકારે તેઓ માટે રાહત પેકેજ જાહેર કરવું અનિવાર્ય છે.
આવનારા દિવસો આપણા સૌ માટે કપરા હોઇ શહેર અને રાજયમાં અરાજકતા ન ફેલાય, ગરીબી અને આ મજબુર માણસોને સહાય મળી રહે તે માટે સરકાર તેઓની પડખે ઉભી રહે એ પણ ખૂબ જરી છે.
વડોદરા શહેર કોંગ્રેસ તરફથી અરજ છે ક ગરીબ વર્ગ અને મઘ્યમવર્ગની પરિસ્થિતિ તરફ ઘ્યાન આપી તેઓ માટે રાજય સરકાર દ્વારા આથીંગ પેકેજ જાહેર કરવામાં આવે કપરા સમયમાં જયાં તેઓ નિરાશાની ખાણમાં ધકેલાઇ ગયા છે ત્યારે આર્થિક રાહત પેકેજ તેઓ માટે અંધારામાં દીવા સમાન બની રહેશે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે. આ રજુઆત ઘ્યાનમાં લઇ વહેલામાં વહેલી તકે રાજયના આ ચોકકસ વર્ગ માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગણી છે.
પરપ્રાંતીયોને મોકલવા માટે યુ.પી.ની એક ટ્રેન ફાળવો: કોંગ્રેસ
પરપ્રાંતીઓને ઉત્તર પ્રદેશથી મોકલવા ફાળવવા કોંગ્રેસે માંગ કરી છે. હાલમાં કોરોના વાયરસના લીધે સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ છે જેના લીધે ગુજરાત સરકારે પરપ્રાંતિઓને પોતાના વતન જવા જાહેરાત કરી છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ૧૦૦૦ ઉત્તરપ્રદેશ જનારા પરપ્રાંતીઓ માટે ટ્રેનની માંગણી કરી છે. યાત્રીઓનું લીસ્ટ ચાર ઝોનના મામલતદારને મેલ દ્વારા મોકલેલ છે. ટ્રેનની પરવાનગી આપી એ વ્યકિત દીઠ સરકારે જે ભાડુ નકકી કર્યુ છે તે પ્રમાણે ઉત્તરપ્રદેશ જનાર ટ્રેનનો ખર્ચ વડોદરા શહેર કોંગ્રેસ ભરવા તૈયાર છે તેમ કલેકટરને કરેલી રજુઆતમાં કોંગ્રેસે જણાવાયું છે.
વડોદરા માર્કેટ યાર્ડ બે દિવસ બંધ
વડોદરા માર્કેટ યાર્ડ તા. ૧૩ અને ૧૪ ના રોજ બંધ રાખવામાં આવશે એક પણ દુકાન ખોલવા પરવાનગી નહીં મળે તેમ યાર્ડની યાદી જણાવે છે. તા.૧પના રોજ સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી યાર્ડમાં માત્ર અનલોડીંગની જ પરવાનગી છે એટલે એ સમય દરમ્યાન ગાડી ખાલી કરી શકાશે.
કોરોનાથી વધુ એકનું મોત: ર૯ નવા કેસ
શહેરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરલથી એકનું મોત થયું હતું. અને કોરોનાના ર૯ નવા કેસ બહાર આવ્યા હતા.
શહેરમાં કોરોનાગ્રસ્ત મદાર મહોલ્લાના ૬૫ વર્ષીય અમીરશા દિવાનનું તા.૧૦ ના રોજ અવસાન થયું હતું. છેલ્લા ર૪ કલાકમાં ૧૭૪ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં વધુ ર૯ કેસ પોઝિટીવ આવ્યા હતા. ૧૪પ નેગેટિવ રહ્યા હતા. આ સાથે શહેરમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૫૮૦ થઇ છે.
૨૯ કેસમાંથી ૧૯ કેસ વડોદરાના ગ્રામ્ય વિસ્તારના છે. તેમાં મેમણ કોલોની સરસ્વતીનગર મીનારા કોમ્પ્લેક્ષ, સરદાર ભવનનો ખાંચો વગેરે વિસ્તારના છે.
માસ્ક નહીં પહેરનાર, સામાજીક અંતર ન જાળવનારા પાસેથી એક લાખ દંડ વસુલાયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડીસ્ટન્સીંગ નહીં જાળવનાર અને જાહેરમાં થુંકનાર વ્યકિતો સામે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી કરીને ૧,૦૩,૪૦૦ ના દંડની વસુલાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદથી જરિયાત મંદોને કુલ . ૨૬,૦૨૦ ફુડ પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ૬ જુદી જુદી જગ્યાએ ઉપર માઇગ્રેટરી લેબર્સ અને શેલ્ટર હોમ ખાતે રહેલ કુલ ૫૬૭ વ્યકિતઓનું સ્કીનીંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વ્હિકલ ૨૮૯ વાહનો અને ૧૦૬ ઓપન સ્પોટ વ્હિકલ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ ૧૧૪૦ સ્થળોએ સાફ સફાઇ કરી ૭૭૮,૪૭ મે.ટન ધન કચરાને એકત્રીત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો. ચારેય ઝોનમાં સાફ સફાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧,૮૯૦ કિલો મેલેથિયોન અને ૬,૪૮૦ કિલો ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.