વૈદિક કાળમાં યજ્ઞનું મહતવ ઘણું હતુ અને યજ્ઞમાં મુખ્યત્વે કુંડમાં અગ્નિને આહુતિ અપાય છે. આ અગ્નિ પણ ખરી રીતે સૂર્યનું પ્રતીક છે. અને તેમાં તલ-જવ-ઇત્યાદિ ધાન્ય ઉપરાંત ઘી હોમાય છે. કહેવાય છે કે યજ્ઞથી પરજન્ય આવે છે. અને ધાન્યથી પુથ્વીને સમુધ્ધ બનાવે છે.આ યજ્ઞનું મહતવ એટલું બધું હતું કે ઘણી વાર પુત્રપુત્રીની પ્રાપ્તિ માટે પણ યજ્ઞ કરવામાં આવતો. જનકરાજાને ત્યાં પુથ્વી ખેડતાં જાનકી પ્રાપ્ત થઇ હતી અને દ્રુપદરાજાને ત્યાં દ્રૌપદીની પ્રાપ્તિ થઇ હતી. આ રીતે સૂર્યને અર્ધ્ય આપવા માટે જેમ યજ્ઞો થતા હતા તે જ રીતે સૂર્યના પ્રતીક દીપક માટે દિવાળી અથવા દિપાવલીનો મહોત્સવ પણ ઉજવાય છે.આ દીપકનું મહત્વ આજના ઇલેકિટ્રક લાઇટના યુગમાં ઘટી ગયું છે. પરંતુ પશ્ર્ચિમના જાદુગર જેવા વિજ્ઞાનીઓ વીજળીનો ગોળો જગતને ચરણે ધર્યા તે પહેલાં દીપકનું મહતવ ઘણું હતું. ગામડાં અને શહેરોમાં રસ્તા પર થાંભલા-ફાનસ રાખવામાં આવતાં. આ પ્રથા આજથી પાંચ હજાર પૂર્વે મહોન-જો-ડેરોથી ચાલતી આવી છે અને ઘરોમાં મોભા પ્રમાણે દીવી રાખવામાં આવતી. ગરીબોનાં ઘરમાં લાડકાની દિવી ઉપર માટીના કોડિયામાં દીવા પ્રગટાવવામાં આવતા હતા. સાધનસંપન્ન લોકોનાં ઘરમાં પિત્તળ અથવા પંચધાતુની દીવી રહેતી. તે ઉપરાંત દીવાલમાં દરવાજાની બન્ને બાજુ ગોખલા બનાવવામાં આવતા અને તેમાં માટી યા ધાતુનાં કોડિયાં સળગાવવામાં આવતાં કે જેથી આખા રૂ મમાં પ્રકાશ પડે.
આ ધાતુની દીવી પણ અવનવા ઘાટ-આકારની કલાત્મક બનાવવામાં આવતી. સમગ્ર ભારતમાં જુદી જુદી જાતની દીવી તેમજ નેપાળ અને બીજા પાડોશી દેશોમાં પણ જુદી જુદી જાતની કલાત્મક દીવી બનતી, ઉપરાંત દિવીમાં એક જયોતને બદલે આઠદસ દીવા પ્રગટે અને વધુ પ્રકાશ મળે એવી રચના હોય છે. મોગલના આગમન સાથે ઇરાનની અસર પણ આ દીપકામાં જોવા મળે છે અને પાશ્ર્વાત્ય પ્રજાના આગમન સાથે હરિકેન ફાનસ તથા દેવમંદિરો માટે તેમજ રાજામહારાજા મહેલ માટે કાચની હાંડી અને ઝુમ્મર પણ અસ્તિત્વમાં આવ્યાં.
અશ્ર્વિન સુદ એકમથી આઠમ સુધી નવરાત્રિમાં અંબામાનું પૂજન થાય છે અને ગરબા ગવાય છે. તે વખતે આ આઠદસ જયોતિવાળી દીવી પ્રગટાવવામાં આવે છે. ચારે તરફ અંધકારમાં દીવી ફરતે ગરબા ગવાય છે.
ત્યાર બાદ અશ્ર્વિન વદ બારસથી અમાવાસ્યા સુધી દિવાળીનો ઉત્સવ મનાય છે. એ વખતે ઘરે ઘરે દીપકોની હારમાળા કરવામાં આવે છે. સમગ્ર પરિસર દીપકોની હારમાળાથી ઝળકી ઉઠે છે. આવા દૃશ્ય હવે ઇલેકિટ્રક લાઇટના યુગમાં જોવા મળતાં નથી. એ નવી પેઢીનું કમનસીબ કહી શકાય. અંધકારને નાથવા દિપક મહત્વનો ફાળો ભજવે છે. દરેક ઘરમાં દરરોજ પૂજન-અર્ચન થાય છે. તે વખતે ઘીનો દીવો પ્રગટાવી પ્રભુને પ્રસન્ન કરવાની આ એક પ્રથા ચાલતી આવી છે.ગુજરાત મુખ્યત્વે વ્યાપારી પ્રજા છે. અને એ વ્યાપારી પેઢીમાં રાત્રે હિસાબકિતાબ લખાય છે તે વખતે દીપકના પ્રકાશની જરૂર રહે છે. ગુજરાતમાં ઘરે ઘર દિપક-લક્ષ્મી રહેતી. આ દીપલક્ષ્મી એટલે સુંદર સ્ત્રી હાથમાં કોડિયું રાખે છે અને તેમાં દીપક પ્રગટાવવામાં આવે છે. આવી દિપલક્ષ્મી પણ ઘણા ઘરમાં આજે પણ મોજુદ હશે. એમાં પણ જાતજાતનું વૈવિધ્ય જોવા મળે છે. એ બધી દિપલક્ષ્મી ગુજરાતમાં જ બનતી જયારે આઠદસ દીવાવાળી દીવીનું સર્જન મોટે ભાગે દક્ષિણમાં થતું. એ દીવી ઉપર સુંદર મોરની આકૃતિ પણ જોવા મળે છે.
આમ તો આખા ભારતમાં બંગાળથી માંડી સૌરાષ્ટ્ર અને કાશ્મીરથી માંડી ક્ધયાકુમારી સુધીમાં ધાતુની અનેક કલાત્મક દીપિકાઓ બનતી, જે આ જગતને કલાનો અમૂલ્ય વારસો છે. આપણા દરેક ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોમાં પણ આવી દીપિકાઓનો ભરપૂર ઉપયોગ થતો.આધુનિક યંત્ર યુગમાં આ બધું લુપ્ત થતું જાય છે.