ગુજરાતએ હાલ સુધી દેશની મોડેલ રાજ્ય અને વિકાસ એન્જિન બનેલું છે પરંતુ કોરોનાના ભરડા અને મજદૂરોના પલાયનથી ગુજરાત સરકાર લોક્ડાઉન વધારે તેવી કોઈ શક્યતા હાલ માં દેખાય રહી નથી.
દરેક વખતની જેમ આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદીએ લોકડાઉનની પરિસ્થિતિને લઈ રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે સમીક્ષા કરી હતી. લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ચર્ચા કરી હતી. જો કે આ સમીક્ષા બેઠકમાં સીએમ રૂપાણીએ લોકડાઉન ન વધારવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે અને લોકડાઉન કેમ ખોલવું તે અંગે યોજનાઓ પણ તૈયાર કરી છે.
લોકડાઉન-3માં 17મી મે પછી રાજ્યોની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે અને રાજ્યના ઉધોગોને ધમધમતા કરવાં ગુજરાત સરકારે પણ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક ધંધાઓ ખોલવા માટેના નિયમો પણ બનાવ્યા છે. જેમાં શહેરની તમામ કાપડની દુકાનો ખુલ્લી રાખી શકાશે તેવો નિર્ણય લઈ શકાય છે.
મોટા શહેરોમાં અને મહાનગર પાલિકા થતાં નગરપાલિકા વિસ્તારની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે. સરકાર રૂપરેખા તૈયાર કરી રહી છે પણ જે શહેરમાં બજારો ખુલ્યા બાદ જો ફરી 10 થી 15 કોરોનાનાં પોઝિટિવ કેસ આવશે તો તે વિસ્તારોમાં આપેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવશે અને તે વિસ્તારોમાં ફરીવાર લોકડાઉનનો કડક અમલ કરાવાશે.
કોરોનાના સૌથી વધુ કેશ ધરાવતું અમદાવાદ પણ લોકડાઉન ખુલશે.
કોરોનાના સૌથી વધુ કેશ ધરાવતું અમદાવાદ પણ 15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે. જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે પરતું ભીડ થતી હોય તેવી દુકાનોને ખોલી શકાશે નહીં.
શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે જેમને સ્ક્રિનિંગ કરીને કાર્ડ પણ આપી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે અને સોસીયલ ડિસ્ટન્સ પણ ફરજિયાત પણે પાળવું પડસે.
33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલવામાં આવશે. આ દરમ્યાન હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તો સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે.
પીએમ મોદીએ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાંથી સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત રાજ્ય પોલીસ વડા, આરોગ્ય સચિવ સહિતનાં સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી સાથેની મીટિંગમાં સીએમ રૂપાણીએ કોરોનાને લઈ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.