સિવિલ કામદારોના ૧૭૦ પરિવારોને રાશન કિટ અપાઇ
સેલવાસ નમો મેડિકલ કોલેજના સિવિલ લેબરોએ વતન જવાની જીદ કરતા મામલતદારે આ કામદારોને સમજાવી પરત મોકલ્યા હતા. અને સિવિલ કામદારોના ૧૭૦ જેટલા પરિવારોને રાશન કિટ આપી ઉમદા કામગીરી કરી હતી.
દાનહ ખાતે આવેલ નમો મેડિકલ કોલેજના બાંધકામ માટે આવેલ સિવિલ લેબરો આજે સાયલી ખાતે મોટી સંખ્યામાં પોતાના વતન પરત જવા માટે નીકળ્યા હતા જોકે જાણકારી મળતા સેલવાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનોજ પટેલ પોલીસ કાફલા સાથે સ્થળ પર પોહચ્યાં હતા. કામદારોને સમજવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરાયો હતો એ સમયે મામલતદાર ટી.એસ. શર્મા સ્થળ પર આવી કામદારો સાથે વાત કરી એમને પરત સિવિલ સાઈડ પર મોકલ્યા હતા.
કામદારોની જરૂરિયાત મુજબ ૧૭૦ પરિવારોને રાશનની કીટનું વિતરણ કરાયું હતું યુ.પી. અને બિહાર ખાતે લાખોની સંખ્યામાં પરત થઇ રહેલા લોકોને સ્કેનિંગ કરી જેતે જિલ્લા અને ગામો સુધી પોહાચાડવા રાજ્યો માટે કપરું બની રહ્યું છે એની સાથે કરોના પોઝેટીવ આવનારા લોકોમાં કેટલા સામેલ છે હાલ શોધવું બિહાર અને યુપી જેવા રાજ્યો માટે લોઢાના ચણા ચાવવા જેવી હાલત ઉભી થવા પામી છે જેને લઈ સ્થાનિક પ્રશાસન લોકોને જેતે જગ્યાએ સુરક્ષિત રહેવા નિવેદનો કરી રહ્યું છે.