દરરોજ ૧૫૦૦ જરૂરિયાતમંદોના જઠરાગ્ની ઠારવા આયોજન
કપરા સમયમાં કૃષ્ણ સંગઠન દ્વારા જરૂરીયાતમંદો માટે સેવાકાર્યો ચાલુ છે જેમાં ભોજન વિતરણ સહિતના આયોજનો થાય છે. આ સેવાકાર્યો અંગે અબતકની ટીમ દ્વારા વિગતો મેળવી હતી.
આ તકે અર્જુનભાઈ ડવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ સંગઠન દ્વારા આહીર સમાજ જોગ એક નિર્ણય લીધો છે. જયારે પણ આવી પરિસ્થિતિ વિસરી હોય ત્યારે કૃષ્ણ સંગઠન હરહંમેશ આગળ આવ્યું છે. હાલ કોરોના સામેની મહામારીમાં આહિર સમાજ જોગ કૃષ્ણ સંગઠન દ્વારા જો સમાજના કોઈપણ વ્યકિતનું કોરોનામાં મૃત્યુ થશે તો તેમના પરીવારનું ત્રણ વર્ષનું ભરણપોષણ અને કિટ વિતરણનું પણ સેવાકિય કાર્ય હાલ ચાલુ રાખવામાં આવ્યું છે.
આ તકે જયદિપભાઈ ડવએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન સમયમાં જયારે શ્રમિકો ચાલીને નીકળ્યા હતા ત્યારે અમે તેમના ભોજનની વ્યવસ્થા કરેલી લગભગ ૫ દિવસ સુધી તેમને ભોજન વિતરણ કરવામાં આવ્યું જેમાં રોજના ૧૫૦૦ લોકોનું ભોજન પુરુ પાડવામાં આવતું તેમજ જરૂરીયાતમંદ લોકો માટે કિટનું પણ વિતરણ કરવામાં આવતું હાલ સરકારના નિર્ણય મુજબ શ્રમિકોને તેમના વતન જવા છુટ મળી છે ત્યારે કૃષ્ણ સંગઠન દ્વારા બસની વ્યવસ્થા કરાવવામાં આવી છે.