વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
એડ્રોઈડ સ્ટ્રેપ્સ પ્રા.લી.ના મિતુલભાઈ ડોબરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારા ક્ષેત્રમાં કામ એટલા ખાસ ન હતા. લોકડાઉન આવ્યા પછી અમારી પ્રોડકટ ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં અને ટાયર ઈન્ડસ્ટ્રી-પેપર ઈન્ડસ્ટ્રીઝમાં જતી હોય છે. લોકડાઉન થવાથી હાલ અમારી પ્રોડકટ ફૂડ ઈન્ડસ્ટ્રી અને ફાર્મ ઈન્ડસ્ટ્રી બેમાજ જાય છે. અમારે ખાસ અત્યારે રો મટીરીયલનો પ્રશ્ર્ન ઉદભવે છે. અમને રો-મટીરીયલ કંપની આપવા માટે તૈયાર છે. પરંતુ પરિવહન બંધ હોવાથી રો મટીરીયલ આવતું નથી. પરિવહનમાં ફુલ લોડેડ ટ્રક ને પરમિશન છે. પરંતુ રો મટીરીયલ હાલ એટલું મળતું નથી અમારે ત્યાં અમારા શ્રમિકો ઈનહાઉસ જ રહે છે. અને લોકડાઉન દરમિયાન શ્રમિકોને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તેમ છતાં તેઓ વતન જતા રહ્યા હોઈ હાલ અમે ધીમી ગતિએ પ્રોડકશન ચાલુ કરેલ છે. તંત્ર દ્વારા આ લોકડાઉનમાં ખૂબ સારો સહકાર આપેલ છે. સાથે સાથે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા પણ ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો છે. બેંક પાસે આ લોકડાઉનના સમયમાં આશા રાખીએ છીએ કે ઈન્ટરેસ્ટ કેવી રીતે ભરવું તેમા થોડી છૂટછાટ આપે સાથે સાથે જીઈબી દ્વારા પણ ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો છે. તેમજ બેંકો પાસે એવી આશા રાખીએ છીએ કે વ્યાજ માટે આપવામાં આવે અથવાતો થોડીરાત આપે. જી.એસ.ટી. અને ટેકસમાં કેન્દ્ર સરકાર દ્વારા હેન્ડલ થાય છે. જો તેમાં પણ થોડી રાહત આપવામાં આવે તો શારૂ .