નાળિયેરીના પાકને નુકશાન, ખેડૂતો ચિંતીત
આ વર્ષે માંગરોળ તથા વેરાવળ અને દરિયા કાઠાના આસપાસના વિસ્તારોમાં નાળીયેરીના બગીચામાં રૂગોસ સ્પાયરેલિં વાઇટ ફલાય (સફેદ માખી) નામની નવી જીવાત નાળિયેરના પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, આ જીવાતો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
રૂગોસ સ્પાયરેલિં વાઇટ ફલાય ના પુખ્ત કિટક સામાન્ય સફેદ માખીથી ત્રણ ગણી મોટી તથા સુસ્ત છે. માદા કીટક પાન ઉપર ગોળાકાર આકૃતિમાં ઇંડા મુકે છે. જેના પર સફેદ કલરનુ મીણનુ આવર જોવા મળે છે. આ જીવાતના બચ્ચા તથા પુખ્ત કિટક નાળિયરીના પાન માંથી રસ ચૂસીને નુકશાન કરે છે.
આ જીવાત મઘબિંદુનુ ઝરણ કરે છે. જેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે.જેના લીઘે પાન કાળા પડી જાય છે. નાળીયેરીમાં નાની અવસ્થાએ તથા મોટી નાળિયેરીના નવા પાનમાં આ જીવાતોનો ઉપદ્રવ વઘુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં માંગરોળ, વેરાવળ તથા દરીયા કાઠાના બગીચાઓમાં ભારે નુકશાન પહોંચાડી રહેલ રૂગોસ સ્પાયરેલિં વાઇટ ફલાય (સફેદ માખી) થી દરિયા કાંઠાના વિસ્તારોના નાળિયેરના બગીચાઓ ના ખેડૂતો આવનારી નુકશાની થી ચિંતિત બન્યા છે.
ગુજરાતમાં સૈા પ્રથમ વખત નોંઘાયેલ આ જીવાત મૂળભુત રીતે ઉતર અમેરીકાના ફલોરીડામાંથી ભારતના તમિલનાડુમાં પ્રવેશ્યો છે, અને નાળિયેરીના રોપાઓ મોટે ભાગે કેરળથી મંગાવવામાં આવતા હોવાથી રોપ સાથે આ કીટક આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
માંગરોળ અને વેરાવળના દરિયા કાંઠાના નાળિયેરીનાં બગીચામાં પહોંચેલ આ સફેદ માખી ને અંકુશમાં લેવી ખૂબ જ જરૂરી છે, નહિતર આ વિસ્તારના નાળિયેરનો પાર્ક સદંતર નિષ્ફળ જશે અને અને આ કીટક અને તેનો રોગ અન્ય પાકને પણ ભયંકર નુકસાન કરશે તેવી ચિંતા સાથે ખેડૂતોએ કીટ નો નાશ કરવા અને રોગને નાથવા માંગ કરી છે.