નાયકુનો ખાત્મો જમ્મુ-કાશ્મીર પોલીસની મહત્વની સફળતા: આઈજી વિજયકુમાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકીની ધુણી ધગધગતી રાખવાના સફળ પ્રયત્નો વચ્ચે કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોએ ૨૭ જેટલા ઓપરેશન હાથધરી હિઝબુલ મુઝાહુદીનનાં કહેવાતા કમાન્ડર રિયાઝ નાયકુ સહિત ૬૪ને ઠાર માર્યા હોવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના કાશ્મીર રેન્જના આઈજી વિજયકુમારે ગુરુવારે જાહેર કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સંકલનમાં રહીને સુરક્ષા દળોએ હાથ ધરેલી કાર્યવાહીમાં ૨૫ આતંકીઓને જીવતા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ છેલ્લા ૬ મહિનાથી હિઝબુલ મુઝાહુદીનના કથિત કમાન્ડર રીયાઝ નાયકુને શોધી રહી હતી અને અંતે તેમાં સફળતા મળી છે તેમ વિજયકુમારે માધ્યમોને જણાવ્યું હતું. નાયકુના ખાત્મા બાદ પુલવામાની મુલાકાતે આવેલા આઈજીએ જણાવ્યું હતું.
હઝબુલનાં તરફદારોએ કેટલીક જગ્યાએ હિંસક દેખાવો પણ કર્યા હતા. બુધવારે તેનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું. બેગપુરામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે થાળે પડી ગઈ છે. કેટલાકને સામાન્ય ઈજા તો કેટલાકને ગોળીઓએ ઘાયલ કર્યા હતા. હિઝબુલ મુઝાહુદીન માટે રીયાઝ નાયકુનો ખાત્મો વ્રજઘાત બન્યો છે. હવે હિઝબુલ મુઝાહુદીનની કમાન સ્વાભાવિક રીતે ડોર શૈફુલ્લહાર અથવા તો મલંગપુરા પુલવામાના રહેવાસી અબુ મુશૈદને કે જે બુરહાનવાણી જુથના ટુકડીનો સભ્ય છે અને જુનેદ શેહરાલ તેના સાગરીત છે તે ૨૦૧૮માં હુર્રિયતના કિલાનીની દેખરેખ હેઠળ આતંકી બન્યો હતો. શેહરાલ અલગતાવાદીઓ સાથે જમાતે ઈસ્લામની વિચારધારા સાથે જોડાયેલા તેના પિતા અશરફ શેહરીનાં પગલે દેશવિરોધી પ્રવૃતિમાં જોડાયા છે. અલબત ગુપ્તચર વિભાગને મતે મોસ્ટ વોન્ટેડ આતંકી શૈફુલ્લાહ હુઝબુલ મુજાહુદીનનો નવો ચહેરો હોઈ શકે. કાશ્મીર ખીણમાં તે આતંકી ગણાય છે. ઘવાયેલા અને એન્કાઉન્ટરમાં બાલ બાલ બચેલા આતંકીઓને સાજા કરનાર ડોકટર તરીકે તે કુખ્યાત બન્યો છે. આઈજીપી કુમારે જણાવ્યું હતું કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ઈન્ટરનેટ, ફોન અને બીએસએનએલ સેવા પર પ્રતિબંધ મુકવો જરૂરી બન્યો હતો. પરિસ્થિતિના સુધાર અંગે સમીક્ષા થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, નાયકુનો ખાત્મો જમ્મુ-કાશ્મીર પોલીસ માટે મહત્વની સફળતા ગણી શકાય. અગાઉ ૨૯ એપ્રિલે સોફિયાન જિલ્લામાં અલ-કાયદા સાથે સંકળાયેલા અન્સાર ગજબતુલ હિંદનો મુખ્યા બુરહાન અને તેના બે સાગરીતોને ઠાર કરવામાં આવ્યા હતા. હવે આતંકીઓ માટે પુલવામામાં શૈફુલ્લા માર્ગદર્શક બની રહ્યો છે તે પુલવામાં ત્રાલ, કાકપોરા અને પુલગામમાં સક્રિય છે તે શ્રીનગર શહેર અને શહેરાઈ વિસ્તારમાં પણ નેટવર્ક ધરાવે છે તે મજીદૂબાગ, ભગત બરજીલ્લાહ જેવા શ્રીનગર વિસ્તારમાં પ્રસંગોપાત મુલાકાત લેતો રહે છે અને તે યુવાનોને હિઝબુલમાં જોડાવવા માટે પ્રેરિત કરતો રહે છે.
વિજય કુમારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ૩ મોટા આતંકીઓ કારીયાસીર, બુરહાના કોકા અને નાયકુ ઠાર મરાયા છે તે સુરક્ષા દળો માટે મોટી સફળતા ગણાય. નાયકુ ખુબ જ ઘાતક આતંકી હતો તે દર મહિને યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે વિડીયો જાહેર કરતો રહેતો હતો અને નાગરિકો અને પોલીસને સતત ભયભીત રાખવા માટે તે આદેશો કરતો રહેતો હતો. જોકે હજુ કોઈ નિશ્ર્ચિત માહિતી મળી નથી પરંતુ લશ્કરે તોયબા પર ગયા ઓગસ્ટ મહિનામાં આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાનને આવી પ્રવૃતિઓ માટે અટકાવવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકનો આકા મનાતા રિયાઝ નાયકુના ખાત્મા બાદ તેની જગ્યાએ વાણી ગેંગનો ડો.શૈફુલ્લાહ હિઝબુલ મુઝાહુદીનનો કમાન્ડર બને તેવું માનવામાં આવી રહ્યું છે. આતંકની ભુતાવળમાં વધુ એક નામ અને પાપ તરીકે ડો.શૈફુલ્લાહ નામ આગળ આવ્યું છે.