સી.આઈ.ડી. ગુજરાત દ્વારા જેતપુરના સાડી કારખાનામાં રેડ
સી.આઈ.ડીના વડા અનિલ પ્રથમ એકસાથે ૩૫ જેટલા બાળ મજૂરો ને બચાવ્યા. લોકડાઉનના સમયમાં કારખાનામાં બાળ મજૂરોને ગોંધી રાખવામાં આવ્યા હતા. સી.આઈ.ડી ગુજરાતના એ.ડી.જી.પી. અને ભાવનગરના પૂર્વ એસ.પી. અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યું.
જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાં થી ૩૫ જેટલા બાળ મજૂરોને રેસ્ક્યુ કરાયા.બાળ મજૂરોને પૂરતું જમવાનું પણ ના મળતું હોવાની ફરિયાદ સામે આવી હતી. બાળ મજૂરી રોકવા ના કાયદા મુજબ પોલીસે કર્યાવહી શરૂ કરી.