શાળામાં ફસાયેલા બાળકો અને શિક્ષકોને બચાવવા પોલીસનું સફળ ઓપરેશન
સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત શસ્ત્ર વિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગઈકાલે એલઓસી ઉપરના રહેણાંક વિસ્તારોને પાકિસ્તાને નિશાને લઈને મોર્ટર મારો કર્યો હતો. જેમાં ૨૧૭ બાળકો અને ૧૫ શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાળકો અને શિક્ષકોને સુરક્ષીત સ્થળે લઈ જવા માટે કાશ્મીર પોલીસ દ્વારા તાકીદે ઓપરેશન શ‚ કરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
નવસેરાની એક શાળા હુમલાનો ભોગ પણ બની હતી. જો કે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ ન હોવાથી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. રાજોરી જિલ્લા કમિશ્નર ડોકટર શાહિદ ઈકબાલ ચૌધરીએ કહ્યું હતું કે, બાળકો અને શિક્ષકોને યોગ્ય સ્થળે લઈ જવા માટે પાંચ બુલેટપ્રુફ વાહનોની મદદથી ઓપરેશન શ‚ થયું હતું. જેમાં છ કલાકથી ફસાયેલા બાળકો અને શિક્ષકોને સલામત રીતે અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.