ઘરના છોકરા ઘંટી ચાટે અને ઊપાધ્યાયને આટો
એક તરફ મહામારીનો પગપેસારો બીજી તરફ ડોક્ટરોની લ્હાણી
જામનગરમાં આવેલી જી જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની પહેલા નંબરની હોસ્પિટલ છે હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી હજારો દર્દીઓ સારવાર મેળવવા અત્રે આવે છે તો બીજી તરફ જામનગર સહિત વિશ્વભરમાં કોરોના ની મહામારીએ આતંક મચાવ્યો છે ગુજરાતમાં પણ કોરોના થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે તો જામનગરમાં પણ આ મહામારીએ પગપેસારો કરી દીધો છે તેવામાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતેથી ૧૮ જેટલા ડોકટરોની ટીમ અમદાવાદ ખાતે કોરોના ના દર્દીઓ માટે ડેપ્યુટેશન પર મોકલવામાં આવનાર છે જેના પગલે હાલ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલ કોરોના ના દર્દીઓ તેમજ અન્ય બિમારીઓથી ઝઝૂમતા દર્દીઓ ની હાલત કફોડી બનશે તેવી ભીતિ વ્યાપી છે મહત્વનું છે કે અગાઉ પણ જી જી હોસ્પિટલ ખાતેથી ૧૮ જેટલા ડોક્ટરોને અમદાવાદ ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે ત્યારે વધુ ૧૮ ડોક્ટરો મોકલ્યા બાદ સૌરાષ્ટ્ર ભરમાંથી જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓની સ્થિતિ શું થશે તે પણ યક્ષ પ્રશ્ન છે.
ગુજરાતની બીજા ક્રમાંકે આવતી તેમજ સૌરાષ્ટ્ર ની પ્રથમ નંબરની સરકારી હોસ્પિટલ એટલે કે જામનગરમાં આવેલી જી જી હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્ર ભરમાંથી હજારો દર્દીઓ પોતાની તેમજ પોતાના સગા વહાલા ની સામાન્ય તેમજ ગંભીર પ્રકારના રોગોની સારવાર કરાવવા અર્થે અત્રે આવે છે મહત્વનું છે કે જામનગરની જી.જી.હોસ્પિટલમાં વિવિધ પ્રકારના વિભાગો કાર્યરત છે પરંતુ હોસ્પિટલમાં ૩૦ ટકા જેટલા ડોક્ટરોની અછત ઘણા સમયથી છે એવામાં જામનગર સહિત વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારી પોતાનો કહેર વર્તાઈ રહી છે હાલ જામનગરમાં પણ કોરોના ની મહામારી થી સંક્રમિત પાંચ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે આ મહા મારી સામે ઝઝૂમવા માટે પ્રથમ હરોળના યોદ્ધાઓ એટલે કે ડોક્ટર્સ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે જેઓ દિવસ રાત જોયા વિના કે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના માત્ર ને માત્ર પોતાની ફરજને જ પ્રાધાન્ય આપી દર્દીઓની સેવા કરી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગો અંતર્ગતના મેડિસિન વિભાગમાં કુલ ૬૮ જેટલા ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે અને દરરોજ સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા આશરે ૭૦૦થી પણ વધુ દર્દીઓની ઓ.પી.ડી તેમજ રોજના સરેરાશ ૭૦ જેટલા પેશન્ટ કે જેમને દાખલ કરી સારવાર આપવાની જરૂરીયાત રહે છે તેની સારવાર કરી રહ્યા છે આમ હજારો દર્દીઓની સારવારની જવાબદારી ઓ માત્ર ૬૮ ડોક્ટરોના સીરેછે તેવામાં કોરોના ની મહા મારી ના પગ પેસારો બાદ દર્દીઓની સાથે સાથે ડોક્ટરોની હાલત પણ કફોડી બની ગઈ છે હાલમાં જામનગર ખાતે કોરોના સામેના જંગમાં મેડિસિન વિભાગ દ્વારા ૧૪ જેટલા ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે જે ડોક્ટરો દ્વારા દશફિહ રહી તેમજ કોરોના ના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છે ડોક્ટરોની ઉણપ ઍ ખૂબ જ ગંભીર બાબત છે જે અન્વયે સ્થાનિક લોકો આગેવાનો વિગેરે સરકારને અનેક રજૂઆતો કરી છે પરંતુ આ મહામારી ના કઠિન સમયમાં સરકાર દ્વારા ડોક્ટરોની ઉણપને ભરવાની જગ્યાએ પડ્યા પર પાટાની જેમ આદેશ કરી જામનગર થી રોટેશન મુજબ ૧૮ જેટલા ડોકટરોની ટીમ ને અમદાવાદ ખાતે કોરોના ના દર્દીઓ માટે ડેપ્યુટેશન પર મોકલવા હુકમ કરવામાં આવ્યો છે જે અનુસંધાને જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજ દ્વારા મેડિસિન વિભાગના ૧૨ તેમજ અન્ય વિભાગના છ મળી કુલ ૧૮ જેટલા ડોકટરોની ટીમને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે આવતીકાલે મોકલાયેલી ટીમ ની સમયમર્યાદા પૂર્ણ થાય છે ત્યારે વધુ ૧૮ જેટલા ડોકટરોની ટીમ ને અમદાવાદ ખાતે મોકલવા તૈયાર રાખવામાં આવી છે આમ પ્રથમથી જ ૩૦ ટકા જેટલા ડોકટરોની ખામી હોવા છતાં કુલ ૬૮ ડોક્ટરો માંથી ૨૪ જેટલા ડોક્ટરો જી જી હોસ્પિટલ અમદાવાદને લહાણી કરી રહી છે એટલે કે વધુ ૨૪ ડોક્ટરો ની ખોટ જીજી હોસ્પિટલે તેમજ જામનગર ના દર્દીઓએ ભોગવવી પડશે અમદાવાદ ખાતે કોરોના દર્દીઓની સરોવર માટે ફરજ બજાવી પરત ફર્યા બાદ આ ડોક્ટરો ને ફેસિલિટી કવોરંટાઇન કરવામાં આવશે અને તેમના નમુના લઇ પરીક્ષણ કરવામાં આવશે એટલે કે આ ૨૪ જેટલા ડોક્ટરો ૧૪ દિવસ સુધી હોસ્પિટલ ના કામથી અળગા રહેશે ત્યારે પ્રથમથી જ ડોક્ટર તેમજ સ્ટાફની અછત અને વધુ ૨૪ જેટલા ડોકટરોની અછત એ ખૂબ જ ચિંતાજનક બાબત જણાઈ આવે છે સાથે સાથે સારવાર આપનાર ડોક્ટર જો સંક્રમિત થશે તો તે પણ કેટલું ઘાતક નીવડશે???
આ અંગે જીજી હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ મુજબ જામનગર થી ડોક્ટર્સની ટીમે રોટેશન વાઈઝ અમદાવાદ મોકલવામાં આવ્યા છે જ્યારે વધુ ૧૮ ડોક્ટર્સની ટીમે તૈયાર રાખવામાં આવી છે જે આવતીકાલે મોકલવામાં આવનાર છે હાલ અમદાવાદ મોકલેલા તબીબોની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે જેમને આવતીકાલે પરત લાવી સરકાર ની ગાઈડલાઈન મુજબ પ્રથમ ફેસીલીટી કોરેન્ટાઈન કરવામાં આવશે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરી જરૂરી પરીક્ષણ કરવામાં આવશે તેમનો કવોરંટાઈન પિરિયડ પૂર્ણ થયે નોન કોવિડ દર્દીઓની સારવાર માટેની ફરજ સોપવામાં આવશે હાલની સ્થિતિએ પણ ડોક્ટરોની ઉણપ તેમજ મેનપાવર ની કમી ને હાલના સમયમાં નોન ક્લીનીકલ ડોક્ટરોની મદદથી પૂર્વમાં આવી રહી છે આ રીતે હાલ વ્યવસ્થાઓ જાળવવામાં આવી રહી છે પરંતુ હોસ્પિટલ તંત્રના આ પગલું જામનગર માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ડોકટર્સનું સ્થળાંતર ન કરવા ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરી: વિક્રમ માડમ
જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી સામાન્ય તેમજ ગંભીર બીમારીઓનો ઇલાજ માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે હોસ્પિટલ ખાતે પહેલેથી જ ડોક્ટર ની અછત છે અને હાલ કેટલાક ડોક્ટર્સ અને ડેપ્યુટેશન પર અમદાવાદ મોકલ્યા છે તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જામનગર ખાતે પણ પાંચ જેટલા કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જેને લીધે હોસ્પિટલ ખાતે તેમજ સ્ટાફ ની જરૂરિયાત છે આ ઉપરાંત અન્ય ડોક્ટર્સને પણ ડેપ્યુટેશન પર અમદાવાદ ખાતે મોકલવામાં આવનાર છે જે સંપૂર્ણપણે અયોગ્ય છે અનવે આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલને પત્ર લખી ડોક્ટર્સનું સ્થાનાંતરણ ન કરવા રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે અગાઉ ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલ ડોક્ટર્સને પણ પરત મોકલવા વિનંતી કરવામાં આવેલ છે.
સરકાર આદેશ કરશે તો વધુ ટીમને અમદાવાદ મોકલાશે: ડો. નંદિની દેસાઈ
એમ.પી. શાહ મેડીકલ કોલેજના ડીનએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ મુજબ રોટેશન વાઈઝ ૧૮ જેટલા ડોકટરોની ટીમ ને જામનગર થી અમદાવાદ ખાતે કોરોના દર્દીઓના ઈલાજ માટે મોકલવામાં આવ્યા છે જેમની સમયમર્યાદા આવતીકાલે પૂર્ણ થઇ રહી છે વધુ ૧૮ ડોક્ટરની ટીમ તૈયાર રાખવામાં આવી છે જો સરકાર આદેશ કરશે તો બીજી ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે અને પરત આવનાર ડોક્ટર્સને ફેસીલીટી કોરોન્ટાઈનમાં રાખવામાં આવશે ત્યારબાદ નોન કોવિડ દર્દીઓની સારવાર માટેની ફરજ તેમને સોંપવામાં આવશે.
કોવિદ દર્દીઓની સારવાર માટે મદદરૂપ થઈ રહ્યા છીએ: ડો. નંદિની બાહરી
જી. જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક નંદીની બાહરીએ જણાવ્યુ હતું કે, હાલ જામનગર ખાતે કોરોના તેમજ અન્ય બિમારીઓ માટેના ઇલાજ માટે હોસ્પિટલ તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે અમો પ્રયત્નશીલ છીએ મહામારીને પહોંચી વળવા માટે હાલ નોન ક્લીનીકલી ડોક્ટર્સને પણ ફરજો સોંપવામાં આવી છે કોવિડ દર્દીઓની સારવાર માટે મદદરૂપ થઇ રહ્યા છે.
ડોક્ટરોનું ડેપ્યુટેશન શહેર માટે ઘાતક બનશે: અલતાફ ખફી
આ વૈશ્વિક મહામારી ના સમયમાં પણ સરકારનું આયોજન જ નબળું પુરવાર થાય છે એક તરફ સરકાર લોકડાઉન કરી બધાને ઘરમાં બેસી રહેવા જણાવે છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યો તેમજ જિલ્લાઓમાંથી લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના વતન પરત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય લોકડાઉનના પગલા પર પાણી ફેરવનાર સાબિત થઇ રહ્યો છે હાલ સૌરાષ્ટ્ર ભરમાં આ મહામારીએ પગપેસારો કરી હાહાકાર મચાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે તંત્ર દ્વારા તકેદારી માટે લેવાયેલા તમામ પગલાઓ નિરર્થક થઈ રહ્યા છે જામનગરમાં સ્થાનિકોના નો એક પણ દર્દી નથી બધા દર્દીઓ બહારથી જ સંક્રમિત થઈ આવ્યા છે ત્યારે સારવાર આપનાર ડોક્ટરોનું ડેપ્યુટેશન જામનગર માટે ઘાતક સાબિત થશે આ બાબતે રજૂઆતો કરી ડેપ્યુટસનના નિર્ણયને રદ્દ કરાવવા માંગણી કરીશું.