ફિલાપાઇન્સથી આજે પ્રથમ ફલાઇટ અમદાવાદ આવશે :વધુ ૮ર હજાર પરપ્રાંતીયો ટ્રેન દ્વારા વતન જવા રવાના
રાજયમાંથી પર પ્રાંતીયોને મોકલવા માટે ખાસ ટ્રેન તથા બસોની વ્યવસ્થા કરાયા બાદ હવે આવતીકાલથી વિદેશથી ગુજરાતીઓને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિદેશમાં રહેતા ગુજરાતીઓને દેશમાં પરત લાવવાની કામગીરી તા. ૭ થી હાથ ધરવામાં આવી રહી છે. તા.૭ ના રોજ ફિલીપાઇન્સથી રપ૦ લોકોની ફલાઇટ અમદાવાદ આવશે. ૯મી મે એ વધુ એક ફલાઇટ અમદાવાદ આવશે. જેમાં રપ૦ ગુજરાતીઓ હશે.
તા.૧૦ ના રોજ ન્યુયોર્કથી એક ફલાઇટ ગુજરાતીઓને લઇ અમદાવાદ એરપોર્ટ પર પહોચશે તેમ મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્ર્વિનકુમારે જણાવાયું હતું.
તા.૧૧મીએ યુ.કેથી રપ૦ જેટલા મુસાફરોને લઇ એક ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પહોચશે. વિદેશથી આવતા આ ભારતીયોનું એરપોર્ટ પર જ આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી જેમાં વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી.
પરપ્રાંતીયોના સ્થળાંતર માટે રાજયમાંથી વિશેષ ટ્રેનો તથા બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મંગળવારે યુ.પી.માં જવા ૧૮, બિહાર જવા ૭, ઓરિસ્સાની ૩, ઝારખંડ માટે બે ટ્રેનો રવાના કરાઇ હતી. આજે સાંજ સુધીમાં ૮ર હજાર પરપ્રાંતીયો વતન જવા રવાના થશે તેમ અશ્ર્વિનકુમારે જણાવ્યું હતું.
પરપ્રાંતીયના મેડીકલ ચેકઅપ, અરજીના આધારે આજે બીજી દિવસે વધુ ટ્રેનો મોકલવાયો આવી હતી.
પરપ્રાંતીયઓના વહીવટીતંત્ર દ્વારા મેડીકલ ચેકઅપ બાદ જ પોતાના વતન જવા દેવાય છે સરકારે પરપ્રાંતીયોને ધીરજ રાખવા અપીલ કરી હતી.