કોરોના વોરિયર્સ સાથે ખભેખબા મિલાવી રાજકોટ એનસીસી કેડેટોએ કામગીરી કરી:કર્નલ તુષાર જોશી સેના મેડલ અને તેમની ટીમની જહેમત
વર્તમાન સમયમાં કોરોના મહામારીને નાથવામાં દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે ત્યારે ડોક્ટર્સ, પોલીસ, સામાજિક સેવાકર્મી, સ્વાસ્થ્યકર્મીઓ વગેરેને કોરોના વોરિયર્સ પોતાની સેવા બજાવી રહ્યા છે. આ બધા વચ્ચે મૌન રહીને સ્વેચ્છાએ દેશ સેવામાં રાજકોટ એનસીસી કેડેટ્સ પોતાનું નાનકડું પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.રાજકોટ શહેર અને રુરલ એરિયામાં ૧૦૦થી વધુ કેડેટ્સ પોતાની ઈચ્છાથી અને દેશ સેવાની અમૂલ્ય તક ઝડપીને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. માસ્ક લગાવી, ગ્લોવ્સ પહેરી, સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરતા આ બાળકો રાજકોટ,ગોંડલ પડધરી વગેરે જગ્યાએ પોતાની સેવા આપે છે.
કોઈ પણ કામ માટે હંમેશા તત્પર રહેતા એનસીસી કેડેટ્સની કામગીરી વિષે કમાન્ડિંગ ઓફિસર ૨ ગુજરાત બટાલિયાન કર્નલ તુષાર જોશી, સેના મેડલે જણાવ્યું કે કોરોનાના ડર અને અસલામતીના વાતાવરણમાં બાળકો ખુબજ બહાદુરીથી કાર્ય કરી રહ્યા છે. તેઓ ટ્રાફીક મેનેજમેન્ટ, રેશન ડિસ્ટ્રિબ્યુશન, બેન્કમાં ક્વોલિએટ મેનેજમેન્ટ, (જ્યાં સરકાર દ્વારા ફંડ ડિસ્ક્રાઇબ કરાયું હતું), રાજકોટ શહેર, ગોંડલ અને પાધરીની વિવિધ પોલીસ સ્ટેશનમાં તેમની ઓફિસમાં કાર્યરત પોલીસ કક્ષાના અધિકારીઓ વગેરેને મદદરૂપ થઇ રહ્યા છે.
આ કાર્યમાં બાળકોના માતા-પિતાએ પણ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કામગીરીની દેખરેખ માટે કર્નલ તુષાર જોશી સેના મેડલ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.