વિશેષ રજૂઆતમાં માતાજીનો ભેળીયો, શિવતાંડવનો મહિમા વર્ણવતા ગીતો માણીશું
કહેવાય છે કે ગઢવીના ગળામાં સરસ્વતી વસે છે અને બારોટના ગીતો ગળથુથીમાં જ મળે છે. ત્યારે આજે આપણે એવા જ એક નિરવભાઇ બારોટને માણવના છે. તેઓનું નિવાસસ્થાન મુંબઇ છે. હાલ રાજકોટમાં હોવાથી તેઓ આપણા કાર્યક્રમમાં જોડાયા છે. બહોળી લોકચાહના ધરાવતા નિરવભાઇ બારોટ જગત જનતી જગદંબાને યાદ કરશે. ઊપરાંત આપણા ગીતો એટલે કે લોકગીતો રજુ કરશે.
હાલમાં આપણે આપણા લોકગીતોને ભુલી રહ્યા છીએ. ત્યારે આજે આપણે લોકગીતોને માણીશું. અને અખિલ બ્રહ્માંડનાં જે નાથ છે તેવા કૈલાશવાસી મહાદેવને આજે યાદ કરાશે. શિવતાંડવ આજની વિશેષ રજૂઆત છે. ઉપરાંત જંગદંબાનાં ભેળીયાનો અલગ જ પ્રભાવ છે. આજે નિરવભાઇ ભેળીયાની પણ રજૂઆત કરશે. અમારો આ પ્રયાશ આપને મનોરંજન સાથે લોક સંસ્કૃતિને ઊજાગર કરવાનો છે. ત્યારે આપના પ્રતિશાદથી જ અમો આપને ચાલને જીવી લઇએ રૂપી થાળમાં શુર રૂપી રસથાળ પિરસીસું.
આજે નિરવભાઇ બારોટની જમાવટ
- ગાયક: નિરવભાઇ બારોટ
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: હાર્દિકભાઇ કાનાણી
- કિબોર્ડ: દર્શિતભાઇ કાચા
- વાયોલીન: વિનુભાઇ બારોટ
- ઓડટોપેડ: કેયુર બુધ્ધદેવ
- સંકલન: મયુર બુધ્ધદેવ
- કેમેરામેન: જુનેદ જાફાઇ, સાગર ગજજર
- સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પ્રસ્તૃત થનારા સુમધુર ગીતો…
- મોગલ આવે, નવરાત રમવા…
- માં તુ ચૌદ ભુવનમાં રહેતી…
- મોગલ તારો આસરો…
- સોનલમાં આભ કપાળી…
- ચાંદો ઊગ્યો ચોકમા ઘાયલ…
- કાન તારી રે મોરલીએ મેં તો મોહીને…
- મારી શેરીઓથી કાનકુવર આવતા રે લોલ…
- કનૈયા મોરલી વાળા રે..
- નમ: શીવાય ઓમ નમ: શિવાય
- મારા સિરે છે લોબળીને ચારણ છુ…
- હે જાગો જગો હરે ત્રિપુરારી, જટાળા જોગંદર…
- માતાજીનોે ભેળીયો…
- શિવ તાંડવ…
- જયધરા ગુજરાતની…