ઉનાળાના સમયમાં ચોરી અને મારામારીના ગુના વધુ બને છે પણ રાજકોટમાં ગત વર્ષની સરખામણીમાં ક્રાઇમમાં ઘણો ઘટાડો

ગરમીના સમયમાં ગુનાખોરીનું પ્રમાણ વધતુ હોવાનું અવલોકન કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે ઉનાળાની સિઝનમાં ખેડુતો ફ્રી હોય છે. તેમજ તેઓને શિયાળુ પાકના વેચાણના નાણા પણ પોતાના ઘરમાં હોવાથી ચોરીના બનાવ વધતા હોય છે. બીજી તરફ ગરમી અને ક્રાઇમને સીધો કોઇ સંબંધ નથી પણ ઉનાળામાં મારામારી અને ચોરીના બનાવ વધતા હોય છે પણ રાજકોટમાં ગત વર્ષની સરખામણીએ ચોરી અને મારામારીના ગુનામાં નોંધપાત્ર ઘટાડો હોવાનું કહ્યું હતું. જે વિસ્તારમાં ચોરીના બનાવ બનતા હોય છે ત્યાં પેટ્રોલિંગ વધારવાના કારણે ગુનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને સફળતા મળી હોવાનું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.