૨૪ને શ્રાવણી સોમવારથી ‘ટીમ ઈન્દ્રનીલ ફોર યુ’નું આયોજન: મહાઆરતી, મહાયજ્ઞ, મહાપ્રસાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજન
હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ હરેકના મનમાં સુધ્ધ લાગણીનો સંચાર કરતો આ પવિત્ર મહિનો શિવને અર્પણ છે. સર્વે યુગ, સર્વે જ્ઞાતિ, સર્વેમાં ઓછા, જાજા, અંશે વસતા શિવના ગુણોને આપણામાં બરવતર કરવાનો તેની આરાધના થકી જીવન સુખ મેળવવાનો એક અદભૂત રીવાજ એટલે શ્રાવણ માસ.
ટીમ ઈન્દ્રનીલના ફોર યુ શિવ ઉત્સવના આ વિચારને ક્ષત્રીય સમાજ, રાજપુત સમાજ, ગુર્જર કડિયા સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ, આહિર સમાજ, કાઠી ક્ષત્રીય સમાજ, માલધારી સમાજ, બારોટ સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ, ધોબી સમાજ, હિન્દી સમાજ, શીખ સમાજ, સાઉથ ઈન્ડીયન સમાજ, બંગાળી સમાજ, રઘુવંશી સમાજ, પાટીદાર સમાજ, સોની સમાજ, સિંધી સમાજ, વિશ્ર્વર્ક્મા સમાજ, પ્રજાપતિ સમાજ, દરજી સમાજ, મોચી સમાજ, બ્રહ્મ ક્ષત્રીય સમાજ, કચ્છી ભાનુશાળી સમાજ, દશનામી ગોસ્વામી સમાજ, મેઘવામળ સમાજ, વાલ્મીકી સમાજ, દેવીપૂજક સમાજ, ભીલ સમાજ, સતવારા સમાજ, નાઈ વાણંદ સમાજ, માળી સમાજ, ગઢવી સમાજ, રાવળ દેવ સમાજ વધાવી રાજકોટમાં એકતાનું અને માનવ ધર્મનું સંકુચિતતાથી ઉપર ઉઠી સામાજીક સમીકરણોને લઈ સમાજો વચ્ચે થતા વિવાદોને બદલે સકારાત્મક અભિગમ સાથે અને રાજકોટ શહેરને એક અનોખું અને દિશાચિન્હ શહેરીજનોનું શહેર પૂરવાર કરવાનું જાણે દરેક સમાજ બીડુ જડપ્યું હોય તેમ અને સફળતા માટે આયોજક બની સર્વ સમાજ આયોજક બનવા રાજીપો દાખવ્યો.
સર્વ યુગ, સર્વ સમય, સર્વ હિન્દુ ધર્મ ગ્રંથોમાં સ્વીકારીય દેવાધીદેવ મહાદેવના ગુણોનું શ્રવણ કરવાનું આ શ્રાવણ માસમાં દરેક સમાજે નકકી કર્યું છે. અને એક અદભૂત ‚દ્રાક્ષનું ૨૫ ફૂટ શિવલીંગનું નિર્માણ શિવ ધામ (રેસકોર્ષ)માં નિર્માણ કરી સર્વે હિન્દુ ધર્મી સમાજ નકકી કરી જાણે ભારતમાતાની વંદના સમાનએકતાના દર્શન કરાવા રાજકોટ શહેરના સમાજો દેશને એક દિશા ચીંધવા આગળ વધી રહ્યું છે.
તા.૨૪ સોમવારથી શિવધામ (રેસકોર્ષ)માં સવારે ૭.૩૦ કલાકે મંગળા આરતી બાદ મહા ‚દ્ર યજ્ઞથી દર્શન અર્થે ખૂલ્લોgujarat
રહેશે તેમજ સાંજે ૫ થી ૭ મહા મૃત્યુંજય મંત્રો અને ત્યારબાદ સંધ્યાની આરતી અને ૮ થી ૯ કલાકે ફળ આહારનો મહાપ્રસાદ બાદ મહાદેવના નાદ સાથે ૯ થી એક અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ થશે.