રોગ પ્રતિકારક શક્તિ વધારવા રોજિંદા ખોરાકમાં દૂધ, દહીં, અખરોટ, બદામ, કેળા, વાલ, સોયાબીનનો ઉપયોગ વધારો
એમ.એસ.યુનિ. ના પ્રોફેસરે રોગ પ્રતિકારક શક્તિ અને પોષણક્ષમ આહાર વિષય પર રિસર્ચ પેપર તૈયાર કર્યું
કોરોના વાઇરસ સામે સમગ્ર વિશ્ર્વ લડી રહ્યું છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગે નાઇઝેશનના સહયોગી કેન્દ્ર અમેરીકાની યુનિ.ઓફ પીટસબર્ગની ગ્રેજયુએટ સ્કૂલ ઓફ પબ્ઇિક હેલ્થમાં રિસર્ચ અને તાલીમ વધુ શ્રેષ્ઠ બનાવવા માટે કોરોના વાઇરસ માઠે ‘સુપરકોર્સ’ રોષ કર્યો છે.
જેમાં વિશ્ર્વભરના નિષ્ણાંતો વિવિધ વિષય પર કોરોના સામે કેવી રીતે લડવું તેના પર રિસર્ચ પેપર તૈયાર કરી રહ્યા છે.
અત્યાર સુધી ૩૫થી વધુ રિસર્ચ પેપર રજૂ થયા છે. જેમાં એમ.એસ. યુનિ.ની ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ સાયન્સના ફ્રૂડ એન્ડ ન્યુટીશન વિભાગના પ્રો. વનિશા નાંબિયારના રિસર્ચ પેપરનો પણ સમાવેશ થાય છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે પોષણ સ્થિતિ અને રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તેની પર રિસર્ચ પેપર તૈયાર કરનાર પ્રો. વનિશાએ કહ્યું કે, અત્યાર સુધી આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર જ રહ્યા છે.
પોષણતત્વયુકત ખોરાક લેતા જ નથી એટલે હવે એક દિવસમાં આપણી રોગપ્રતિકારક શકિત વધી જાય તે અશકય છે માટે રોજિંદા આહારમાં કેવા પ્રકારના શાકભાજી, ફળ, કઠોળ વગેરે ખાવા જોઇએ તેને મેં રિસર્ચ પેપરમાં રજૂ કર્યા છે. જેમાં રોજની થાળીમાં લોકોએ ચરબી, તેલ અને ખાંડનો ઉપયોગ ઓછો કરી ફરસાણ, બીસ્કીટ, પેસ્ટ્રી, કૂફીઝ, જામનો વપરાશ ટાળીને તાજા ફળ-શાકભાજી ખાવા જોઇએ.
તનાવ ઓછો કરી રોગપ્રતિકારક શક્તિ વધારતો ખોરાક
ડિપ્રેશન અને તનાવ સામે અખરોટ અને બદામ બેસ્ટ છે. તેને રોજ ૪૦૦ ગ્રામ જેટલા ખાવા જોઇએ. કારણ કે તે વીટામીન ઇ અને પ્રોટિનથી ભરપૂર હોય છે. ઉપરાંત મગફળી અને તલ પણ ડિપ્રેશન સામે લડવાની તાકાત ધરાવે છે.
કોળુ અને કેળામાં સૌથી વધુ પોટેશિયમ હોવાથી રોજ ખાવા જોઇએ જેનાથી બીપી સામાન્ય રહે છે અને તનાવ દૂર થાય છે.
મિનિરલ્સ જેવા કે સેલેનિયમ એન્ટીઓકિસડન્ટ ગણાય છે. જે સૌથી વધુ સૌથી વધુ સોયાબીન, વાલ, અખરોટ અને મશમમાં જોવા મળે છે.
દહીં કેલ્શિયમ અને પ્રોટિનથી ભરપૂર હોવાથી ખોરાકમાં રોજ લો અને સ્ટ્રેશને દૂર કરો.
તનાવ અને રોગપ્રતિકાર શક્તિને સીધો સંબંધ છે
પ્રો. વનિશાએ કહ્યું કે, લોકડાઉનને કારણે લોકોમાં શોર્ટ ટર્મ સ્ટ્રેસનો વધારો થયો છે. તનાવ અને રોગપ્રતિકારક શકિતને સીધો સંબંધ છે. તનાવને કારણે પાચનશકિત મંદ પડે છે. જેના કારણે જે ખોરાક લઇએ છીએ તેમાં રહેલું પોષકતત્વ શરીરને મળતું નથી. ઉપરાંત આ સમયમાં હૃદયના ધબકારાની ગતિ પણ વધી જતા રકતવાહિનીઓ પર ખરાબ અસર પડે છે.
યોગ્ય ખોરાકની સાથે સાથે
રોગપ્રતિકારક શકિત વધારવા ખોરાકની સાથે સાથે શરીરની ચોખ્ખાઇને મહત્વ આપો.
રોજ ૧૦થી ૧૫ મિનિટ યોગ અથવા ધ્યાન ધરો. શોખને જીવંત રાખો. કોઇ ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરવાથી મન હળવું રહે છે અને તનાવ દૂર થાય છે. પુરતી ઊંઘ લો
રોગપ્રતિકારક શકિતને વધારતા ભારતીય મસાલા
સવારે ઉઠો ત્યારે ગરમ પાણીમાં એક ચરમી લીંબુનો રસ ઉમેરીને પીઓ
સવારે બે કળી લસણ સાથેે પાણી પીઓ.
અજમો, વરિયાળી, જી, હળદર અને તજનો પાવડર બનાવી પાંચ લીટર પાણીમાં ઉકાળો,
ઠંડુ થયા પછી આ પાણી દિવસ દરમિયાન પીઓ.
કોકમ, વરિયાળી અને ગુલકંદ યુકત પાણી પણ પી શકાય છે.
ટમેટા, દૂધી, સરગવો અને ગાજરના સૂપમાં મરીનો પાવડર અને મીઠું નાંખીને પીઓ.
આદુ, હળદર અને મધને મિકસ કરી દિવસમાં બે વાર લો.