સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઉખલા ડુંગરી અને વીરપુર ગામે બે આદિવાસી સાથે વન વિભાગ ધ્વારા જીવલેણ માર મરાયો આવ્યો હોવાથી ગામમાં ચકચાર મચી ગઇ છે.
બે દિવસ પહેલા ધોલવાણી રેન્જ અધિકારીઓ અને કર્મચારીઓએ બંને આદિવાસીઓને બોલાવી માર માર્યો છે.ઉખલા ડુંગરીમાં બીટગાર્ડે ઘરેથી આદિવાસીને બોલાવી જંગલમાં ટીમરુના ઝાડ સાથે બાધી જીવલેણ માર મારી છોડી મુક્યો હતો બીજી ઘટના સામે આવી કે વીરપુર ગામના જંગલ વિસ્તારમાં બકરી ચરાવતા ૧૭ વર્ષીય કિશોરને ફોરેસ્ટરે પૂછે છે,કે કેમ અહીં બકરી ચરાવવા હતો તેમ કહી.
માર માર્યો સ્થાનિક ધારાસભ્યએ બંને ગંભીર ઈજાગ્રસ્તોની મુલાકાત લઇ હિમતનગર સિવિલમાં ખસેડાયા અહીંના સ્થાનિક ધારાસભ્યઅશ્વિન કોટવાલે કલેકટર સહીત તંત્રના અધિકારીઓ સાથે ટેલોફોનીક વાત કરી અહિસંક કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવા માંગ કરી વારંવાર આદિવાસીઓને વન વિભાગ ધ્વારા હિચકારા હુમલા કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.