દુધ લેવા નીકળેલી મહિલાને લીફટમાં શોર્ટ લાગતા પટેલ યુવાન બચાવવામાં બન્ને કાળનો કોળીયો બન્યા
રાજકોટના મોટામવા પાસે અર્જુન પ્લોટની સામે આવેલા કદમ હાઇટસમાં લીફટમાં શોર્ટ લાગતા મહિલા સહિત બે કાળનો કોળીયો બનતા કણાંતિક સર્જાઇ હતી. બનાવના પગલે તાલુકા પોલીસના એ.એસ. આઇ અજીતસિંંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોટામવા ગામ પાસે આવેલા કદમ હાઇટસ નામના બિલ્ડીંગમાં રહેતો અને ખાનગી પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતાં જીજ્ઞેશ જશંવતભાઇ ઢોલ (ઉ.વ.૪૪) નામનો પટેલ યુવાન આજે સવારે મોનીંગ વોક માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારે પરત આવ્યો ત્યારે લીફટમાં નીચે દુધ લેવા ઉતરેલી અને આ બિલ્ડીંગમાં રહેતી મનીષાબેન કીરણકુમાર આશરા (ઉ.વ.૫૩) નામની મહિલાને લીફટમાં શોર્ટ લાગતા પટેલ યુવાન બચાવવા જતા મહિલાનો હાથ ખેચતા બન્નેને શોર્ટ લાગતા મહિલા અને યુવાનને બેભાન હાલતમાં સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોને મહિલા અને યુવાનને મૃર્તક જાહેર કરતા બન્નેના પરિવારમાં કણકલ્પાંત સજાયો હતો બનાવ અંગેની જાણ તાલુકા પોલીસમાં કરવામાં આવતા એ.એસ.આઇ અજીતસિંહ તથા રાઇટર રીતેષભાઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.
વધુમાં જાણવા મળ્યું હતું કે મૃતર્ક જીજ્ઞેશ પટેલ નામનો યુવાન પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું અને તેને સંતાનમાં એક દિકરો અને એક દીકરી હોવાનું તથા મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.