રોજી રોટી કમાઈ શકતા નથી ને પરિવારની હાલત કફોડી છે તેવાને સંતોષપૂર્વકનું ભોજન કરાવીને ‘સેવાયજ્ઞ’ કરાય છે, હજી બે માસ ચાલુ રાખી શકાય તેવું સુંદર આયોજન
છેલ્લા ૭-૮ વર્ષથી આંગણવાડી તેમજ ઝુંપડપટ્ટીના કૂપોષીત બાળકોના તથા તેમના પરિવારો માટે ઉત્થાનનુ ભગીરથ કાર્ય કરતી કપિલભાઈ પંડયાની આગેવાનીમાં સંસ્થા ‘શેર વિથ સ્માઈલ’ જ્યારે ૨૪ મી માર્ચે લોકડાઉનનો આદેશ આવ્યો તે દિવસથી જ જનતાની સેવામાં કાર્યરત થઇ ગયેલ હતી.
એક તરફ કોરોના જેવો ભયંકર વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને આ વાયરસના લીધે કેટલા બધા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. રોજે રોજનું કમાયને રોજ ખાવા વાળા લોકો લોકડાઉનના પગલે રોજીરોટી કમાઈ શકતા નથી અને પરિવારની હાલત કફોડી જોવા મળે છે તેઓને ભોજન માટે ફાંફાં મારવા પડે છે ત્યારે શેર વિથ સ્માઇલ એન.જી.ઓ.ની ટિમ લોકડાઉનની શરૂઆતથી પ્રથમ દીવસે જ ચા સાથે ૫૦૦ ગ્રામના ૧૦૦૦ ફરસાણના પેકેટ વિતરણથી શરૂઆત કરી હાલ સતત અંદાજીત ૨૦૦૦ લોકો (૧૦૦૦ બપોરે અને ૧૦૦૦ સાંજે)ને રોજનું ૨ સમયનું સંતોષપૂર્વકનું ભોજન ટિમ શેર વીથ સ્માઈલ પહોંચાડી રહી છે.
ટિમ સતત દોડી રહી છે પરંતુ ક્યારેય થાકનો અનુભવ થતો નથી કારણ કે બધા જ કાર્યો શેર વિથ સ્માઇલની ટિમ નિ:સ્વાર્થ પણે કરી રહી છે અને તેથી ઈશ્વર પણ સાથ આપી રહ્યો છે.
આજે જયારે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે પણ ટીમ ‘શેર વીથ સ્માઈલ’ ફરીથી એ જ જોમ અને જુસ્સા સાથે ફરીથી જરૂરીયાતમંદની જઠરાગ્નિ ઠારવા કટીબધ્ધ છે. મીટીંગોનો ધમધમાટ શરૂ થઈ ચૂકયો છે કારણ કે, જરૂરીયાત મોટી છે અને એની સામે દાનની આવક મર્યાદિત છે, દાતાઓના સંપર્ક ચાલુ છે, પણ એક વાત નકકી છે જે અમારા રાહબર અને પ્રમુખ કપિલભાઈ પંડયા હંમેશા કહે છે કે, મહાદેવ બધુ કરી દેશે, એ કોઈને ભૂખ્યા નહી રાખે બસ એમના એ જ શબ્દો પર અમારી ટીમ જુસ્સાથી આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સેવામાં લાગી ગઈ છે. દાતાઓ પણ અમારા આ કાર્યમાં દેવદૂતો બનીને આવેલા છે, કોઈ લોટની ગૂણીઓ મૂકી જાય તો કોઈ ચોખા અને ખીચડી મૂકી જાય, કોઈ તેલના ડબાનુ દાન આપે તો કોઈ શાકભાજી અને અન્ય આનુસંગિક સામગ્રી ખરીદ કરવા રોકડનું દાન કરે છે, સતત એમ જ લાગે છે કે, અમારા કાર્યકર્તાઓની મહેનત અને નિષ્ઠા જોઈને ખૂદ મહાદેવ જ દાતા સ્વરૂપે આવતા હશે.
આ કાર્યોમાં ઘણ જ મિત્રો, શુભેચ્છકો અને દાતાઓ સહભાગી બની રહ્યા છે. શેર વિથ સ્માઇલ એન.જી.ઓ.ટિમ આ તમામ મહાનૂભાવોનો ખૂબ ખૂબ આભાર માની રહેલ છે.
‘ટીમ શેર વિથ સમાઈલ’ની સેવા ટીમ ડો. જગદીશભાઈ સખીયા, જયરાજસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ સેલારા, અંકિત ટીંબડીયા, અભિરાજસિંહ તલાટીયા,અનિરુદ્ધસિંહ વાળા, સિદ્ધરાજસિંહ પરમાર, સન્નીરાજસિંહ ભટ્ટી, ઘનશ્યામસિંહ ભટ્ટી, સુકેતુભાઈ વસાવડા, રાકેશસિંહ ભટ્ટી, યોગેશભાઈ વ્યાસ, ધવલભાઈ ભટ્ટ, ધવલભાઈ પંડ્યા, કિશનભાઈ તુવેર, આશિષભાઈ કાસમપરા, મયુરભાઈ પટેલ,ભગિરથસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ પરમાર, અમિતભાઇ પટેલ, આનંદભાઈ ત્રિવેદી, જયંતીભાઈ સૌંદરવા, વિજયભાઈ વારા,અક્કીભાઈ ઝાપડા (જયસીયારામ ચા), વિમલભાઈ પાણખાણીયા, કમલસિંહ ડોડીયા, સૂરજભાઈ ડેર, ગંભીરસિંહ મોરી, દેવાંગભાઈ પરમાર, પિયુષભાઈ વાળા તથા ગ્રુપ, ગ્રેસ કોલેજ, હરીવંદના કોલેજ, અલ્કાબેન કામદાર તથા ગ્રુપ, લીનાબેન શૂકલ, ભાવનાબેન જોષી તથા ગ્રુપ, અંજનાબેન સોલંકી તથા વિવિધ દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.