અમદાવાદમાં સતત પાંચમા દિવસે ૨૦૦થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં : ૧૨ દર્દીઓનો વાયરસે ભોગ લીધો
રાજકોટમાં ૧૬૦ નમુનાના રિપોર્ટ નેગેટિવ ૧૬ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે દસ જિલ્લાઓમાંથી વધુ ૩૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૧૭ દર્દીઓના વાયરસે ભોગ લીધાનું જાણવા મળ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ૪૩૯૫ અને ૨૧૪ મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યના એપિસેન્ટર અમદાવાદમાં સૌથી વધુ ૨૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૧૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટમાં થોડી રાહતના સમાચાર સમાન ગઈ કાલે વધુ ૧૬૦ સેમ્પલના માઈક્રો બાયોલોજી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજરોજ વધુ ૧૨૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી ૯૨ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને વધુ ૩૧રીઝલ્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ગઈ કાલે વધુ એક પોઝિટિવ દર્દીએ કોરોનાને મ્હાત આપતા અત્યાર સુઘી ૧૬ દર્દીઓએ ઘર વાપસી કરી છે.
ગુજરાતમાં સતત વધતા જતા કોરોના પોઝિટિવ કેસને કારણે દેશભરમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત પોઝિટિવ કેસ અને મૃત્યુમાં બીજા કર્મ પર આવી ગયું છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈ કાલે દસ જિલ્લામાં કુલ ૩૧૩ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ ૪૩૯૫ કોરોનાગ્રસ્ત રીપોર્ટ જાહેર થયા છે. સાથે રાજ્યમાં ચાર જિલ્લામાં વધુ ૧૭ દર્દીઓના વાયરસે ભોગ લીધાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ ૪૩૯૫ પોઝિટિવ કેસ નોંધાણા છે. એપ્રિલ માસની શરુયાતમાં રાજ્યમાં માત્ર ૬ વ્યક્તિઓના જ મોત નિપજ્યા હતા. જ્યારે આજ રોજ એપ્રિલ માસના અંતે મોત નો આંકડો ૨૧૪ સુધી પહોંચ્યો છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૮૬ લોકોએ કોરોનાને મ્હાત આપતા અત્યાર સુધી રાજ્યમાં ૫૧૯ લોકો સાજા થઈ ઘર વાપસી કરી છે.
રાજ્યના એપિસેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદમાં સતત પાંચમાં દિવસે પણ ૨૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ગઈ કાલે વધુ ૨૪૯ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦૦ને પાર પહોંચી છે. સતત વધતા જતા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકથી આરોગ્ય વિભાગમાં ફફડાટ મચી રહ્યો છે. અમદાવાદમાં ગઈ કાલે વધુ ૧૨ લોકોનો કોરોનાએ ભોગ લેતા કુલ મૃત્યુઆંક ૧૪૯ થયો છે.
રાજકોટમાં ત્રીજા દિવસે રાહતના સમાચાર સમાન વધુ લેવાયેલા ૧૬૦ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધી રાજકોટમાં કુલ ૫૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને એક વૃદ્ધાને કોરોના ભરખી ગયો છે. ત્યારે ગઈ કાલે આરોગ્ય શાખા દ્વારા લેવાયેલા ૧૬૦ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા રાહતનો શ્વાસ અનુભવાયો છે. જ્યારે ગઈ કાલે રાજકોટમાં તા.૧૫ના રોજ પોઝિટિવ આવેલા દિલદાર યુસુબ બ્લોચ નામના ૩૨ વર્ષના યુવાને કોરોનાને મ્હાત આપી ઘર વાપસી કરી હતી. અત્યાર સુધી શહેરમાં કુલ ૧૬ પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અત્યાર હાલ કુલ ૪૧ દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.
રાજકોટમાં ૪૧ દર્દીઓમાં ૬ વૃદ્ધા અવશ્થાના
રાજ્યભરમાં અત્યાર સુધી ૨૧૪ લોકોના કોરોના વાયરસે ભોગ લીધા છે. જેમાં સૌથી વધુ વૃદ્ધા અવશ્થાના અને અન્ય બીમારીઓથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ૪૨ દિવસ પછી રાજકોટના હોટસ્પોટ વિસ્તારના ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જેઓને અન્ય બીમારી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં વધુ ૪૧ પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં ૬ દર્દીઓ વૃદ્ધા અવશ્થાના હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં ત્રણ શંકાસ્પદ લોકોના રિપોર્ટ નેગેટિવ
મોરબી જિલ્લામાં અત્યાર સુધી એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્યતંત્ર દ્વારા શંકાસ્પદ દર્દીઓને સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઈ કાલે વધુ ૩ દર્દીઓમાં કોરોના કોવિડ ૧૯ ના લક્ષણો દેખાતા તેઓને જુદી જુદી હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા ત્રણેય ના રિપોર્ટ નેગેટિવ આવતા મોરબીવશીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
જિલ્લો | કુલ કેસ | મૃત્યુ |
અમદાવાદ | ૩૦૨૬ | ૧૪૯ |
વડોદરા | ૨૮૯ | ૧૭ |
સુરત | ૬૧૪ | ૨૫ |
રાજકોટ | ૫૮ | ૦૧ |
ભાવનગર | ૪૭ | ૦૫ |
આણંદ | ૭૪ | ૦૪ |
ભરૂચ | ૩૧ | ૦૨ |
ગાંધીનગર | ૪૮ | ૦૨ |
પાટણ | ૧૭ | ૦૧ |
પંચમહાલ | ૩૪ | ૦૨ |
બનાસકાંઠા | ૨૮ | ૦૧ |
નર્મદા | ૧૨ | ૦૦ |
છોટા ઉદેપુર | ૧૩ | ૦૦ |
કચ્છ | ૦૬ | ૦૧ |
મહેસાણા | ૧૧ | ૦૦ |
બોટાદ | ૨૦ | ૦૧ |
પોરબંદર | ૦૩ | ૦૦ |
દાહોદ | ૦૫ | ૦૦ |
ગીર સોમનાથ | ૦૩ | ૦૦ |
ખેડા | ૦૬ | ૦૦ |
જામનગર | ૦૧ | ૦૧ |
મોરબી | ૦૧ | ૦૦ |
સાબરકાંઠા | ૦૩ | ૦૦ |
અરવલ્લી | ૧૯ | ૦૧ |
મહિસાગર | ૧૧ | ૦૦ |
તાપી | ૦૧ | ૦૦ |
વલસાડ | ૦૫ | ૦૧ |
નવસારી | ૦૬ | ૦૦ |
ડાંગ | ૦૨ | ૦૦ |
સુરેન્દ્રનગર | ૦૧ | ૦૦ |