દર્દીઓ પર પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવા ડ્રગ કંટ્રોલરે આપી મંજુરી: અઠવાડિયામાં જ મોટા પાયે માનવી પર થશે પરીક્ષણ
મનુષ્યો પર મોટાપાયે દવાનો પ્રયોગ કરનાર કેડીલા પ્રથમ ભારતીય કંપની
હાલ દેશ અને દુનિયામાં પ્રસરેલા કોરોના વાયરસને રોકવા માટે દેશ અને વિદેશની દવા કંપનીઓ સંશોધનમાં લાગી ગઇ છે ત્યારે અમદાવાદ સ્થિત દવા ઉત્પાદક કંપની કેડીલાએ કોરોનાને રોકવા માટેની દવા બનાવી છે. અને આ દવા આગામી બે માસમાં બજારમાં આવી જવાની ધારણા છે.
કેડીલા ફાર્માસ્યુટીકલને દેશની ટોચની સંસ્થા કાઉન્સીલ ઓફ સાયન્ટીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિચર્સ સાથે રહીને સંશોધન કર્યુ છે.
સેપ્સીવેક નામની દવા સાર્સ કોવિદ-ર ના એક અતિ ગંભીર દર્દી સહિત ચાર દર્દીઓ પર આગામી અઠવાડીયે આપી સંશોધન કરવામાં આવશે.
આ બાબતની જાણકારી ધરાવતા વ્યકિતએ જણાવ્યું હતું કે બધુ સમુસુતર પાર પડશે તો આગામી બે માસમાં જ આ દવા બજારમાં ઉપલબ્ધ થઇ જશે.
કેડીલા દ્વારા અમદાવાદ નજીકના ધોળકા ખાતેની આ દવા ઉત્પાદન કરવામાં આવી છે. કેડીલા ફાર્માએ સીએસઆઇઆર સાથે રહી બનાવાયેલી કેડીલા ઇમ્યુનો મોડયુલર સેપ્સીવીક દવા રકત પિતના દર્દીઓની સારવારમાં વપરાય છે. આ દવા ઓછી રોગ પ્રતિકારક શકિત કે ચેપ ધરાવતી વ્યકિતના માટે અકસીર સાબિત થઇ શકે તેમ છે.
તાજેતરમાં ચંડીગઢની પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ખાતે એક અતિ ગંભીર દર્દી સહિત ચાર દર્દીઓને સેપ્લીવીક દવા આપવામાં આપી હતી અને તેના સારા પરિણામો મળ્યા હતા.
માનવીય પરીક્ષણ માટે દેશના ડ્રગ કંટ્રોલરે મંજુરી આપી દીધી છે તેમ જાણકાર સૂત્રોએ જણાવ્યું છે.
કેડીલા કંપનીના અધિકારીઓએ દેશના ૭૦ દવા વિતરકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને તેમાં તેમણે સેપ્સીવીક દવાના કોવિડ-૧૯ દર્દીઓ પર થયેલા પ્રયોગો અને તેના પરિણામોની જાણકારી આપી હતી.
પ૦ અતિ ગંભીર, ૪૮૦ ગંભીર અને જેમને ચેપ લાગવાથી સૌથી વધુ શકયતા છે તેવા આરોગ્ય કર્મચારીઓ, સફાઇ કામદારો સહિત ૪૦૦૦ વ્યકિતઓ પર સામુહિક ધોરણે આ દવાનો પ્રયોગ કરવામાં આવશે.
આ ટ્રાયલ માટેની ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અખિલ ભારતીય આયુ સંશોધન સંસ્થા નવી દિલ્હી સહિત દેશની મહત્વની સંખ્યાઓ, હોસ્પિટલોએ આ ટ્રાયલમાં જોડાવા તૈયારી બતાવી છે.
સેપ્સીવીક દવા શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે સીરોકીન ઘટાડા છે જેના કારણે દર્દીની રોગ પ્રતિકારક શકિત વધે છે અને મૃત્યુનુ પ્રમાણ ઘટાડી શકાય છે અને આરોગ્ય પણ સુધારી શકાય છે.
સીએસઆઇઆરના સંશોધકોને ગ્રામ નેગેટીવ સેપ્સીસ અને કોવિદ-૧૯ ના દર્દીઓના લક્ષણોમાં સામ્યતા જોવા મળી હતી.
હાલ ધોળકાના સંકુલમાં સેપ્સીવીક રસીના પ૦ હજાર ડોઝ તૈયાર કરાયા છે અને આગામી સમયમાં વધારાની જરૂરીયાતને પહોંચી શકાય એટલી માત્રામાં ઉત્પાદન કરી શકાશે તેમ કંપનીના સીનીયર અધિકારીએ જણાવ્યું હતું આ અધિકારીએ જણાવ્યું હતું કે આટલા મોટા પ્રમાણમાં કલીનીકલ ટ્રાયલ કરવાથી કેડીલા ફાર્મા એક માત્ર ભારતીય કંપની છે.