વિદ્યાર્થીઓની કારકીર્દીને નુકશાન ન પહોચે તે માટે જીટીયુ સતત પ્રયત્નશીપ
કોવિડ-૧૯ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આવા સમયે પણ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને નિતનવા ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે લોકડાઉનની પરિસ્થિતીમાં પણ વિદ્યાર્થીઓના ભાવીને કંઈ નુકશાન ન થાય. આ હેતુને અનુલક્ષીને ટેક્નોલોજીની મદદથી તાજેતરમાં જ જીટીયુના પીએચડી વિભાગ દ્વારા ઓનલાઈન પ્રિ સિનોપ્સીસ (ઓપન સેમિનાર ) અને પબ્લિક વાઈવાના ઈ-પ્રેઝન્ટેશનનું આયોજન કરાયું હતું. જેમાં તજજ્ઞો તરીકે માલવિયા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીના પ્રો.જી.એસ. દંગાયચ, આઈઆઈટી ખડકપુરના ડો. અજય એમ સિદ્દપરા તથા જીટીયુના ડો સંકેત ભાવસાર, ડો. ઉન્નતિ જોષી અને ડો વિક્રમ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવિન શેઠ અને કુલસચિવ ડો.કે.એન.ખેરે ઈ-પ્રેઝન્ટેશન આપનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
જીટીયુ દ્વારા સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત વર્ષ-ર૦૧૫ થી વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ દ્વારા તૈયાર કરાયેલા શોધ નિબંધ માટે ઓનલાઈન પ્રિ-સિનોપ્સિસ અને પબ્લિક વાઈવા માટે ઈ-પ્રેઝન્ટેનનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના સમયે વિદ્યાર્થીની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જીટીયુના પીએચડી વિભાગ દ્વારા ઈ-પ્રેઝન્ટેશનનું આયોજન કરાયુ હતું. જેમાં દર્શિત શાહ દ્વારા પબ્લિક વાઈ-વામાં ઈ-પ્રેઝન્ટેશન કરીને “ડોક્ટરેટ ઑફ ફિલોસોફી”ની પદ્દવી હાંસલ કરી છે. આ ઉપરાંત ઋતુલ પટેલ અને રોબિનસન પોલ દ્વારા પણ પ્રિ – સિનોપ્સિસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
જ્યારે હંસાબા કોલેજ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના પ્રિન્સિપાલ ડો. વિશ્વજીત ઠાકરના માર્ગદર્શન હેઠળ ઋતુલ પટેલ અને રોબિનસન પોલ દ્વારા અનુક્રમે “ડિઝાઈન ઑફ ડિક્શનરી લર્નિંગ- બેઝ્ડ અલ્ગોરિધમ ફોર સિંગલ ઈમેજ સુપર – રિઝોલેશન વાયા સ્પાર્સ રિપ્રેઝનટેશન” અને “સ્ટોકસ્ટીક હાઈબ્રિડ સિસ્ટમ : એસ્ટીનેશન એન્ડ કંટ્રોલ ટેકનિક ” વિષયમાં ઈલેક્ટ્રીક એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં પ્રિ- સિનોપ્સિસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
પીએચડીના એક ભાગરૂપે તથા હાલના સમયને અનૂકુળ થઈને ઈ-પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંપૂર્ણ સંચાલન પીએચડી વિભાગના ઈન્ચાર્જ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાધિકા ગાંધી દ્વારા કરવામાં આવ્યુ હતું.