મ્યુનિસિપલ કમિશનર સાથે ‘અબતક’ની ખાસ મુલાકાત
જન આરોગ્ય અને પરિવારજનોની કાળજી સાથે બેવડી જવાબદારી નિભાવતું આઇએએસ દંપતિ
કોરોના વાયરસે વહિવટી કામગીરી સાથે પર્સનલ લાઇફની દિશા પલટી નાખી હોવાનું રાજકોટ મનપા કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ અને તેમના ધર્મપત્ની શ્ર્વેતા ટીઓટીયા (પીજીવીવસીએલડી) બન્ને સામાજીક તથા પરિવારજનોને જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે. ઘરમાં બા તથા નાની દિકરીનું ઘ્યાન રાખવું તેમને કંઇ ના થાય તેની તકેદારી રાખવી અમારી ફરજ હોય છે પરંતુ કોરોનાની કામગીરી વધુ હોવાથી પરિવારજનોને પૂરતો સમય ન આપી શકાતો હોવાનું જણાવ્યું હતું. અબતક સાથેની ખાસ વાતચિત દરમિયાન મ્યુનિસિપલ કમીશ્ર્નર તરીકે મારે કામ કરવાનું હોય. તો દરરોજ અમે લોકોને મળતા હોય જે કોરોના પોઝીટીવ હોય શકે.તેના લક્ષણો મળતા હોય જે કોરોના પોઝીટીવ હોય શકે. તેના લક્ષણો હોય, અમને પણ કોરોના હોય તેવું બની શકે. તેથી હું માસ્ક પહેરુ, વારંવાર હાથ સાફ કરવા વગેરે સાવચેતી રાખું. પરંતુ મારા ધર્મપત્નિ જે પણ પીજીવીસી ખેલના એમડી તરીકે કાર્ય કરી રહ્યાં છે. તો તેમના દ્વારા પણ ઘણી તકેદારી રાખવામાં આવે છે. કારણે તેઓ પણ ઓફીસ જાય છે. અમારા ઘરમાં સીતેર વર્ષના બા અને ચૌદ મહિનાની મારી દિકરી છે. તો અંમે બંને ખ્યાલ રાખીએ છીએ કે આ સમયમાં અમે ઘરે નથી જતાં બહાર જ જમીએ છીએે. જયારે અમે ઘરે પાછા જઇએ. તો મારા પત્નિ ઘરે જઇ પ્રથમ નાહી કપડાં બદલી ત્યારબાદ જ મારી બેબી પાસે જાય છે. હું થોડા સમય બીજા ઘરમાં રેહતો ઘણીવાર જતો તો પણ સાવચેતી રાખતો.
મહામારી ફાટી નીકળી ત્યારથી એક પણ રજા નથી લીધી
હાલમાં ઘરે જઇ કોઇને અડયા વગર પહેલા નાહી લવ છું. અને બા અને મારી દિકરીથી દૂર રહુ છું. કારણ કે તેમને કાંઇના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી હોવાથી દૂર રહું છુ. જયારથી કોરોના આવ્યો ત્યારથી એક દિવસ રજા નથી લીધી. શનિ રવિ પણ અમે ઓફિસ કામ કરતાં હોય, જો ઓફિસમાં ન હોય તો ઘરે હોય જે તે જગ્યાએ હોય ત્યાં કામ જ હોય છે. પહેલા રાત્રે સાડા દસ વાગ્યે સુઇ જતો પરંતુ હવે રાત્રે એક વાગ્યે બે વાગ્યે એમ કહો કે ગમે ત્યારે કોરોના પોઝીટીવને લઇ ન્યુઝ આવતા હોયે કે કાંઇ બીજી વાત હોય તો અમે સતત કાર્યરત રહીને છીએ. મારી દિનચર્યાની વાત કરું તો સવારના છ વાગ્યથી શરૂ થાય. અને રાત્રે નકકી ન હોય. મહાનગરપાલિકામાં નોન કોરોના દિવસ પણ આસાન નથી હોતાં.
મનોરંજનથી દુર, માત્ર કામ પર જ ધ્યાન કેન્દ્રીત
હાલના સમયમાં એવું ગયુ જરૂર થઇ ગયું છે. કે ફેમેલીથી થોડો દૂર થઇ ગયા છીએ. કારણકે સાવચેતીના કારણે દૂર રહેવું પડે. મારી પહેલાની રુટિન લાઇફની વાત કરુ તો સવારે ઊઠીને યોગ કરતો, સાઇકલીંગ કરતો એકસસાઇઝ કરતો હવે આ પ્રવૃતિમાં બદલાવ આવ્યો છે. પહેલા કામ બાદ બહાર જઇ શકતાં હોય. રાજકોટમાં હાલ લોકડાઉન છે. અમે પણ લોકડાઉન છીએ. તો મનોરંજન જેવું રહ્યું નથી કામ જ છે આ એક મોટી વસ્તુ છે. ફેમેલી સાથે ઓછો સમય વિતાવવા મળે છે. તે મોટો બદલાવ કહી શકાય. પહેલા રાજકોટના વિકાસલથી કામો કરવાના થતા પરંતુ કોરોનાના કારણે લોકડાઉન હોવાથી બંધ થયું છે. હવે આપણે આ બિમારીને કેવી રીતે શહેરમાંથી ભગાવી તેના પર લાગી ગયા છે. કામગીરીની આખા દિશા પલ્ટી ગઇ છે. અને પર્સનલ લાઇફની પણ દિશા પલ્ટી ગઇ છે.
લોકોને અપીલ…
હું લોકોને એક અપીલ કરું છું. કે કામ વગર બહાર ન જાય તમારા માટે અમે ઘણી વ્યવસ્થા કરી આપી છે. તમે ઘરે રહો સ્વસ્થ રહો, અને માસ્ક પહેરી રાખો હેલ્ડવોસ કરતા રહો અને સોશ્યલ ડિસ્ટનસીંગ જાળવશો તો કોરોનાથી બચી શકશો.