પ્લેકસસ કનેકટ એપ્લીકેશનના માઘ્યમથી દર્દીઓ નિષ્ણાંત તબીબો પાસેથી વિનામૂલ્યે લઇ શકે છે સારવાર
હાલમાં જે રીતે કોરોનાનો કહેર છવાયો છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યા છે આવા સમયે લોકોને સામાન્ય તાવ, શરદી કે અન્ય નાના રોગ માટે હોસ્પિટલ જવું જોખમી બને છે ત્યારે પ્લેકસેસ કાર્ડીયાક કેરના ડો. અમીત રાજ અને કર્નલ પી.પી. વ્યાસના સહિયારા પ્રયાસે પ્લેકસસ કનેકટ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેના દ્વારા વિનામૂલ્યે દર્દી ડોકટરને કનસલ્ટ કરી શકશે.
૩૦૦ ડોકટર અને અનેક દર્દીઓ જોડાયા: ડો. અમિત રાજ
પ્લેકસસ કાર્ડિયાક કેરના ડો. અમિત રાજએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેવો હાલ સારવાર આપી રહ્યા છે ત્યારે ર૩ માર્ચના રોજ તેઓએ પ્લેકસસ કનેકટ નામની એપ લોન્ચ કરેલી હતી. આ એપ દ્વારા જે તે દર્દી ડોકટર સાથે વિડિયો કોલ મારફતે ક્ધસલ્ટ કરી શકે ત્યારે એક મહિનામાં આ એપમાં ૩૦૦ જેટલા ડોકટર જોડાયેલા છે અને અત્યાર સુધી ઘણા દર્દીઓએ લાભ લીધો છે. ઉપરાંત સરકાર દ્વારા પણ તેઓએ પૂર્ણ સહકાર મળ્યો છે. આ ઉપરાંત તેઓ સાથે એક કિસ્સો એવો પણ બન્યો છે કે, એક હ્રદયરોગના દર્દીએ તેમને એપ દ્વારા ક્ધસલ્ટ કર્યુ તેનાથી તે દર્દીને સમયે સારવાર મળી અને દર્દીનો જીવ પણ બચ્યો આ એપનો જબરો પ્રતિસાદ સૌરાષ્ટ્રમાં મળ્યો છે. આ ઉપરાંત બિહાર, છત્તીસગઢ, પુનાના ઘણા દર્દીઓએ તેમને ક્ધસલ્ટ કર્યુ છે. સાથો સાથ કર્નલ પી.પી. વ્યાસની એડવાઇઝ અનુસાર તેઓએ જમ્મુ-કાશ્મીરનો ડોકટરને આ એપની વાત કરવામાં આવી હતી. તેવો એ પણ આ એપની કામગીરીની ખુબ જ પ્રસંશા કરી. જમ્મુ-કાશ્મીરના પર્વતીયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે આ એપ ખુબ જ લાભદાયી છે. જેથી રાજકોટ બેઠા જમ્મુ કાશ્મીરના લોકોને પણ સારવાર આપી શકાય છે. હાલ એપ માત્ર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. પરંતુ આગામી એક અઠવાડીયામાં હિન્દી, ગુજરાતીમાં પણ એપ લોન્ચ થઇ જશે. ખાસ તો અગત્યની બાબત એ છે કે હાલમાં તમામ લોકો માટે આ એપ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. આ ઉપરાંત મેડીકલ ડીસ્ટન્સીંગ વિશે જણાવ્યું કે, હાલમાં ડોકટરોની સલામતી પણ ખુબ જ જરૂરી છે. તેથી આ એપથી એ નકકી કરી શકાય છે કે દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર છે કે કેમ સરકાર દ્વારા કાવિડ ટાસ્ક ફોર્સ રચવામાં આવ્યું છે. જેમાં દેશની ૧૭૦ કંપનીઓ ભાગીદાર થયા હતા. હાલમાં તેવો ટોપ રપમાંથી એક છે. આ ઉપરાંત ટુંક સમયમાં પ્લેકસસ કનેકટ એપ આફ્રિકામાં પણ લોન્ચ થશે. આગામી દિવસોમાં તેવો સૌરાષ્ટ્રના ગામડે ગામમાં દરેક વ્યકિત આ એપનો ઉપયોગ કરે તેવું સ્વપ્ન સેવી રહ્યા છે જેથી નાનાથી નાનો મજુર પણ ડિઝીટલી હેલ્થ કેર કરી શકે. જેથી સૌરાષ્ટ્રની પણ આગવી ઓળખ ઉભી થશે. આગામી દિવસોમાં દવાઓ જે તે વ્યકિત સુધી મોકલવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. આ ઉપરાંત તંત્રને સંદેશો પાઠવ્યો કે તેવોની એપનો ઉપયોગ કરે જેથી હાલના સમયમાં પણ સામાન્ય તાવ, શરદી ઉઘરસમાં રાહત મળી શકે.
છેક જમ્મુ કાશ્મીરથી પણ મળી રહ્યો છે પ્રતિસાદ: કર્નલ પી.પી. વ્યાસ
એપ્લીકેશન બનાવવામાં માર્ગદર્શક રહેલા કર્નલ પી.પી.વ્યાસે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોવિડ-૧૯ ના કારણે લોકડાઉનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ખુબ જ સરાહનિય નિર્ણય છે. ત્યારે હાલમાં તમામ પરિસ્થિતિને ઘ્યાને રાખે પ્લેકસસ કનેકટ નામક એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. જેથી ડોકટર અને દર્દી સરળતાથી કનેકટ થઇ શકે છે. હાલ રાજકોટ સૌરાષ્ટ્રમાં બહોળો પ્રતિસાદ મળે છે. ત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ વ્યવસ્થા પહોચાડવામાં આવી છે અને ત્યાંથી પણ ડોકટર અને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્લેકસસ કનેકટનો ઉપયોગ કેવી રીતે કરશો?
પ્લેકસસ કનેકટ એપ ઇનસ્ટોલ કર્યા બાદ તેમાં નંબર એડ કર્યા બાદ ઓટીપી મળશે તેનાથી રજીસ્ટ્રેશન થશે. હાલમાં કોવિદ-૧૯ને લઇને લોકોમાં મુંઝવણ અને ડર છે ત્યારે તેના માટેના પ્રશ્ર્નો પણ એપમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત શ્ર્વાસ અને શરદી, ઉઘરસ સહિતના અનેક પ્રશ્ર્નો એપમાં દર્શાવ્યા છે. જે પ્રશ્ર્ન હોય તેને ટચ કર્યા બાદ પ્રોસીડનું બટન આવશે ત્યારબાદ ડોકટરની પસંદગી કરીને જે તે વ્યકિત ડાયરેકટ ડોકટર સાથે વાત કરી શકે છે.