૧૯૪૫ પછી પ્રથમ વખત અમેરિકા અને રશિયાએ કોરોના સામેના જંગમાં હાથ મિલાવ્યા છે. બીજા વિશ્ર્વ યુધ્ધ વખતે બંને દેશો એક થયા હતા. અને નાઝી સૈનિકોને હરાવ્યા હતા. આ વખતે વિશ્ર્વભરમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. અને તમામ દેશો કોરોના સામે જંગે ચડયા છે. અને ત્રીજા વિશ્ર્વ યુધ્ધ જેવા સંજોગો ઉભા થતા બે મહાસતાઓએ કોરોનાને હરાવવા હાથ મિલાવ્યા છે. બંને દેશોએ કોરોના સામેના જંગમાં એક બીજા સાથે સહકારના કરાર કર્યા છે.
વોલસ્ટ્રીટ જર્નલનો અહેવાલ જણાવે છે કે આ પગલાથી ટ્રમ્પ વહીવટી તંત્રમાં ગણગણાટ શરૂ થયો છે. અને કેટલાક માને છે કે આનાથી અમેરિકા રશિયા પ્રત્યે કુણુ પડયું તેવો સંદેશો જશે.
૨૫ એપ્રિલ ૧૯૪૫માં નાઝીઓ પર રશિયન સૈન્ય અને અમેરિકાના સૈન્યના હુમલાની વર્ષિયે આ સહકાર નિવેદન જાહેર કરાયું હતુ ધ સ્પીરીટ ઓફ ઓબ્બે એ આફત સામે બે દેશો સાથે મળી દુશ્મનોને કેવી રીતે હરાવી શકે તેનું ઉદાહરણ છે.
૨૦૧૦માં ઓબામા વહીવટી તંત્રે મોસ્કો સાથેના સંબંધો સુધારવા ઈચ્છતુ હતુ ત્યારે બંને દેશો વચ્ચે એક સંયુકત નિવેદન કરવામાં આવ્યું હતુ તેમ વોલસ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ જણાવે છે.