લોકડાઉનમાં અતિ લોકપ્રિય થયેલા અબતક મીડિયાના ચાલને જીવી લઇએ કાર્યક્રમના તાજેતરમાં સિલ્વર જયુબેલી એપિસોડ પૂર્ણ થયા છે.
આ પૂર્ણ થયેલા રપ એપિસોડમાં દરરોજ વિવિધ કલાકારો દ્વારા ભકિતગીતો, લોકગીતો, સંતવાણી, એવરગ્રીન હિન્દી ગુજરાતી ગીતો રજુ કરવામાં આવ્યા હતા.
કર્ણપ્રિય સંગીતના સથવારે સુમધુર અવાજમાં નામાંકિત કલાકારો દ્વારા રજુ થયેલા. આ કાર્યક્રમને ભારે લોકચાહના મળવા પામી છે.
આ લોકપ્રિય કાર્યક્રમમાં આજે સુફી શૈલીયા વિવિધ ગીતો સાંભળવાનો લ્હાવો આજે મળનારો છે.
આજે પ્રકાશભાઇ પરમારના સુમધુર કંઠે આપણે ઇશ્ર્વર અલ્લાહના ગુણગાનો સાંભળીશું અત્યાર સુધીની આપણે જે સફર માણી છે. તેનાથી આજની સફર તદ્દન અલગ અને રોમાંચક રહેનાર છે. તે માટે આજે આઠ વાગ્યે જલદી ફી થઇને ચાલને જીવી લઇએ પ્રોગ્રામ નિહાળવા માટે તૈયાર રહેજો.
સાથો સાથ સમયનાં અભાવે આવતીકાલે આપણે ફરી પ્રકાશભાઇ પરમારને સાંભળવાના છે.
આજે પ્રકાશ પરમારની જમાવટ
- ગાયક:- પ્રકાશ પરમાર
- એન્કર:- પ્રિત ગોસ્વામી
- ડિબોર્ડ:- પલક ભટ્ટ
- ઓકટોપેડ:- મોહિત જેશી
- તબલા:- સુભાષભાઇ ગોરી
- સંકલન:- મયુર બુઘ્ધદેવ
- સાઉન્ડ:- ઊમંગી સાઉન્ડ
આજના કાર્યક્રમમાં પ્રસ્તુત થનાર ગીતો
- પગ ઘુંઘરૂ બાંધ કર નાચી રે….
- મરીઝે ઇશ્ક….
- મેને તેરી આંખો મે પણ અલ્લાહહી અલ્લાહ….
- કબિર વાણી….
- મન લાગો યાર ફકીરી મે….
- કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું….
- એરી સખી મંગલ ગાવો રી….