મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોના ૮૩૬૧ એકમોને મંજૂરી
લોકડાઉનના પગલે રાજયસરકાર દ્વારા જાહેર કરાયેલી આંશિક ઔદ્યોગિક છુટછાટ અન્વયે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૨૭ એપ્રિલ સુધી જિલ્લાના કૂલ ૮૩૭૦ ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે, ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓના કૂલ ૮૩૯૩ એકમોએ અરજી કરી હતી, જે પૈકી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૧૮૦૯ એકમો તેમજ જી.આઇ.ડી.સી.બહારના ૬૫૬૧ એકમોને તેમના ઔદ્યોગિક એકમો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ લોકડાઉન દરમ્યાન તેમના એકમો શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે, જેમાં સમગ્ર જિલ્લાના કૂલ ૮૩૬૧ એકમોને મંજૂરી આપવામાં આવી હતી, જયારે ૨૭ એપ્રિલે ધોરાજીના ૪૮, ગોંડલના ૪૪૧, જામકંડોરણાના૩૭, જેતપુરના૨૪, જસદણના ૭૭, કોટડાસાંગાણીના ૫૩૭૨, લોધિકાના ૧૮૩૮, પડધરીના ૭૯ અને રાજકોટના ૪૦૫, ઉપલેટાના ૩૮ અને વિછિંયા તાલુકાના ૨ મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને લોકડાઉનના સમયમાંતેમની કામગીરી પુન: શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે,
જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જે એકમોને મંજૂરી આપવામાં આવી છે, તે મુજબ કૂલ ૪૩૯૦ એકમો કાર્યાન્વિત થઇ શકશે, જેનાથી હવે કુલ ૫૪૭૨૩ શ્રમિકો રોજગારી મેળવતા થયા છે. વિવિધ એકમો માટે ૭૨૧૭ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરીની યાદીમાં જણાવાયું છે.
ફેકટરીએ જતી વેળાએ શું શું તકેદારી રાખવી ?
- માસ્ક અવશ્યક પહેરવું જેથી નાક અને મોઢું ઢાંકેલું રહે.
- નાક અને કાનમાં કોપરેલ અથવા સરસવ તેલના ટીપા લગાડવા.
- પગમાં રબરના બુટ અને મોજા પહેરવા.
- ઘરે મીઠાનું પાણી અવશ્ય રાખવું કે જેનાથી હાથ સાફ કરી ને જ નીકળવું.
- ટીફીનનો થેલો કે બેગ રોજે-રોજ પાણીમાં ધોઈ શકાય તેવી વાપરવી.
- પૈસા પણ જરૂર પૂરતા જ જોડે રાખવા કે જેથી સેનેટાઈઝ કરવામાં અગવડતા ન પડે. થોડા સમય માટે નાણાકીય આપલે ના વ્યવહાર ઓછા થાય તે જોવું.
- ઘરે થી આવો ત્યારે મુસાફરી દરમ્યાન બને ત્યાં સુધી એક-બીજાથી દુરી બનાવી રાખવી. છીંક આવે તો મોઢાં પર રૂમાલ ઢાંકવો.
- જાહેરમાં થૂકવું જોઈએ નહી તેમજ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં.
- કોઈ પણ કર્મચારી મિત્રો એ ભેટવું કે હાથ મીલાવવા નહિ.
- દરેકને દૂર રહીને નમસ્કાર કરવા.૨૦ સેકેન્ડ હાથ ધોઈને, બોડી ટેમ્પરેચર મપાવીને પ્રવેશ કરવો.
કંપની અંદર દરેક જગ્યાએ જેમ કે પાણી પીવાના સ્થળે, કેન્ટીન, બાયોમેટ્રિક ફેસ રીડીંગ મશીન આગળ, વોશરૂમ, મશીન ઉપર દરેક જગ્યાએ એકબીજાથી દૂરી બનાવી રાખવી.સાવચેતીના તમામ પગલાું એકબીજાની નજીક આવો ત્યારે પાલન થાય તેનું ધ્યાન રાખવું.ઘરે કોઈ મુખ્ય દરવાજો કે જ્યાંથી તમે પ્રવેશ કરો છો તે ખુલ્લો કરી દેવા જણાવો અને પાણી ભરેલી એક ડોલ, ધોવાનો સાબુ કે બ્લીચીંગ પાવડર ત્યાં હાજર રાખવા જણાવશો.
વસ્તુઓ જેવી કે (ગાડીની ચાવી, પેન, સેનેટાઈઝરની બોટલ, ફોન, બેલ્ટ)ને બહાર એક બોક્ષમાં મુકી દો.તમારા હાથને ડોલમાં મુકેલ પાણીથી ધોઈ નાખો અને ત્યાં જ ઉભા રહો તે દરમ્યાન ટીસ્યુ અને સેનેટાઈઝરની મદદથી બોક્ષમાં મુકેલ તમારા (ગાડીની ચાવી, પેન, સેનેટાઈઝરની બોટલ, ફોન, બેલ્ટ) વગેરેને સાફ કરી નાખો.
તમારા હાથને ફરી એકવાર સાબુની મદદથી સાફ કરી નાખો.
હવે કોઈ પણ જગ્યાએ ટચ કર્યા વગર ઘરની અંદર પ્રવેશ કરો.
કોઈને કહીને ઘરની અંદરનો બાથરૂમનો દરવાજો ખુલ્લો રખાવો અને કપડા ધોવાનો પાવડર નાખેલા પાણી વાળી ડોલ પણ ત્યાં મુકવા જણાવો. તમે તમારા તમામ કપડા અને મોજાને આ ડોલમાં રહેલ પાવડર વાળા પાણીમાં મુકી દો.
હવે તમે માથા ઉપર શેમ્પુ અને શરીર પર સાબુ લગાવીને સ્નાન કરી લો.
તમારા કપડાને ધોઈ નાખો/અથવા તો જો વોશિંગ મશીન હોય તો વધારે તાપમાનનું સેટિંગ કરી ધોઈને સૂર્યના સીધા તાપમાનમાં સુકવી નાખો.